Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૨૦
તથા ઉદય હોય તેની ઉદીરણા હોય જ અથવા અપવર્તના પણ થઈ શકે તેથી ઉદયમાન એવા તે જ વિવક્ષિત કર્મના ઉદયાવલિકા બહાર રહેલા લિકોમાં જે અનુદિત રસ સત્તામાં પડયો છે તે ઉદીરણા અથવા અપવર્તના દ્વારા ઉદય સમયમાં આવી શકે છે. તેને ત્યાં જ ઉપશમાવવો. એટલે કે ઉદીરણા અને અપવર્તનાદિ કરણોને અસાધ્ય કરવો તે ઉપશમ. એમ ઉદિતનો ક્ષય અને અનુદિતનો ઉપશમ કરવો તે ક્ષયોપશમભાવ: ઉદય સમયમાં વિપાકોદયથી આવેલું કર્મદલિક હીનરસવાળું કરે છે એટલે ગુણધાતકે થતું નથી. અને અનુદિત દલિકના રસનો ઉપશમ કરવા દ્વારા ઉદયમાં આવતો અટકાવાયો છે માટે ગુણઘાત થતો નથી જેથી ઢંકાયેલા ગુણોનો આવિર્ભાવ થાય છે. ' (૧) મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, અચક્ષુદર્શનાવરણીય, અને દાનાન્તરાયાદિ પાંચ અંતરાય. આ આઠ કર્મો સર્વજીવોને સદાકાળ ઉદિત સમયમાં હીનરસવાળાં થઈને જ, અને અનુદિત કર્મોનો ઉપશમ થઈને જ વિપાકથી ઉદયમાં આવે છે. માટે સદાકાળ વિપાકોદય પણ હોય છે અને ક્ષયોપશમ પણ હોય છે. એટલે ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમભાવ હોય છે.
(૨) અવધિજ્ઞાનાવરણીય, અવધિદર્શનાવરણીય, મન:પર્યવજ્ઞાનાવરણીય, અને ચક્ષુદર્શનાવરણીય. આ ચાર કર્મો ક્યારેક ક્ષયોપશમ સાથે ઉદયમાં આવે છે. દેવ-નરકાદિ ભવનિમિત્તે, વિશિષ્ટ અપ્રમત્ત ચારિત્રના નિમિત્તે અને ચઉરિન્દ્રિયાદિના ભવનિમિત્તે ઉપરોક્ત ૪ પ્રકૃતિઓનો ક્ષયોપશમ પણ થાય છે. અને વિપાકોદય પણ સાથે હોય છે. તેથી આવાં નિમિત્તો મળે ત્યારે ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમભાવ હોય છે. જ્યારે આવાં નિમિત્તો મળતાં નથી ત્યારે ક્ષયોપશમ વિનાનો કેવળ ઔદયિકભાવે હોય છે. જ્યારે ઉદયાનુવિદ્ધ ક્ષયોપશમભાવ હોય છે ત્યારે ગુણો પ્રગટ થાય છે. પરંતુ જ્યારે ક્ષયોપશમ વિના કેવળ એકલો ઔદયિકભાવ હોય છે ત્યારે અવધિજ્ઞાનાદિ ગુણો પ્રગટ થતા નથી.
(૩) કેવલજ્ઞાનાવરણીય અને કેવલદર્શનાવરણીય આ બે કર્મોનો સદાકાળ વિપાકોદય જ હોય છે. ક્ષયોપશમ થતો જ નથી. તેથી તે બે કર્મોનો ક્ષય ન થાય ત્યાં સુધી એટલેકે બારમાના ચરમ સમય સુધી સદા શુદ્ધ વિપાકોદયરૂપ ઔદયિકભાવ જ હોય છે. ક્ષયોપશમભાવ કે પ્રદેશોદય થતો જ નથી.
=
=
*
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org