Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
*
* *
*
*
* *
* *
* * *
*
*
*
૨૧૯ વિવેચન -પૂર્વની ગાથામાં પથમિકભાવના (૧) સમ્યકત્વ અને ચારિત્ર એમ બે ભેદ કહીને હવે આ ગાથામાં ક્ષાયિકભાવના અને ક્ષાયોપથમિક ભાવના ભેદો કહે છે. પ્રથમ ક્ષાયિકભાવના નવ ભેદ જણાવે છે (૧) જ્ઞાનાવરણીય કર્મના ક્ષયજન્ય કેવલજ્ઞાન, (૨) દર્શનાવરણીય કર્મના ક્ષયજન્ય કેવલદર્શન, (૩) દર્શનસપ્તકના ક્ષયજન્ય ક્ષાયિકસમ્યકત્વ, (૪) શેષચારિત્રમોહનીયના ક્ષયજન્ય ક્ષાયિકચારિત્ર, અને (૫ થી ૯) અંતરાયકર્મના ક્ષયજન્ય દાનાદિ પાંચ લબ્ધિ, એમ કુલ ૯ ભેદ છે. આ નવે ગુણ તે તે કર્મોના ક્ષયજન્ય છે. અને આવ્યા પછી કદાપિ તે જતા નથી અને જ્યારે આ ગુણો પ્રગટ થાય છે ત્યારે પણ પૂર્ણપણે પ્રગટ થાય છે. પરંતુ અંશથી પ્રગટ થતા નથી. ક્ષાયિક સમ્યક્ત્વ ચોથા ગુણઠાણાથી, ક્ષાયિક ચારિત્ર ક્ષીણમોહથી અને શેષ ૭ ભાવો તેરમા ગુણઠાણાથી શરૂ થાય છે અને આવ્યા પછી કાયમ રહે છે.
લાયોપથમિક ભાવ ચાર ઘાતકર્મોનો જ હોય છે. તેના ૧૮ ભેદ છે. ક્ષય અને ઉપશમ આ બન્ને શબ્દો સાથે મળીને ક્ષયોપશમ શબ્દ બને છે. ચાર ઘાતકર્મોની કેટલીક પ્રવૃતિઓમાં રસોદય સાથે પણ ક્ષયોપશમ ભાવ હોય છે. અને કેટલીક પ્રકૃતિઓનો રસોદયની સાથે વિરૂદ્ધ પરંતુ પ્રદેશોદય સાથે ક્ષયોપશમભાવ અવિરૂદ્ધ હોય છે. તેનું વધુ સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે
યોપશમભાવ સંબંધી વધુ સ્પષ્ટીકરણ ઘાતી કર્મોની પ+૯+૨૬+૫=૪૫ એમ પીસ્તાલીસે ઉત્તર પ્રકૃતિઓમાંથી બધ્યમાનપ્રકૃતિનો રસ (વિપાક) શ્રેણી સંબંધી નવમા ગુણઠાણા પૂર્વે સદાકાળ સર્વજીવોને સર્વઘાતી જ બંધાય છે. એટલે બંધને આશ્રયી સર્વઘાતી અને દ્વિસ્થાનકાદિ જ રસ બંધાય છે. પરંતુ ઉદયકાળ તેમજ હોય એવો નિયમ નથી. એટલે કે ઉદયકાળે કેટલીક પ્રવૃતિઓમાં બંધાયેલા તે રસને હીન કરીને પણ આ જીવ વિપાકથી વેદે છે. માટે “ક્ષયોપશમ” ભાવ જાણવો જરૂરી છે.
કર્મ જેવા રસવાળું ઉદયમાં આવ્યું છે, તે કર્મને ઉદિત એવા તે જ સમયમાં હીન રસવાળું કરીને વિપાકથી ભોગવીને નાશ કરવું તે ક્ષય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org