Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૧૮
(૫) પારિણામિકભાવ = કર્મોની અપેક્ષા વિના વસ્તુનું જે સહજ સ્વરૂપ, સ્વાભાવિક સ્વરૂપ, જેમાં કોઈ કારણ નથી તે પારિણામિકભાવ. જેમ સૂર્યનો તાપ આપવાનો સ્વભાવ, ચંદ્રનો ચાંદની આપવાનો સ્વભાવ, અગ્નિનો બાળવાનો સ્વભાવ અને પાણીનો ઠારવાનો સ્વભાવ છે. તેમ વસ્તુનો જે જે સહજ સ્વભાવ છે તે પારિણામિકભાવ છે. તેના ત્રણ ભેદ અહીં મુખ્યત્વે કહ્યા છે. બાકી અપરિમિત ભેદો છે. આ ભાવ જીવ-અજીવ બન્નેને હોય છે.
આ પાંચ પ્રકારના ભાવોમાંથી કોઈપણ એક જીવને એક કાળે બે-ત્રણ-ચાર અથવા પાંચ ભાવો સાથે હોય તેને “સનિપાત” કહેવાય છે. સન્નિપાત એટલે સમૂહરૂપે જે ભાવો હોય છે. તે સન્નિપાતથી થયેલા ભાંગા તેને “સાન્નિપાતિક” કહેવાય છે. તેવા સાન્નિપાતિકભાવના ર૬ ભાંગા થાય છે. જે આગળ સમજાવવામાં આવશે. ૬૪ बीए केवलजुयलं, सम्मं दाणाइलद्धि पण चरणं । तइए सेसुवओगा, पण लद्धी सम्मविरइदुगं ॥ ६५ ॥ (द्वितीये केवलयुगलं सम्यक्त्वं दानादिलब्धयः पञ्च चरणम् । तृतीये शेषोपयोगाः पञ्च लब्धयस्सम्यक्त्वं विरतिद्विकम् ॥ ६५ ॥
શબ્દાર્થવિપિ = બીજા ભાવમાં, તફા = ત્રીજા ભવમાં, વનુયત્ન = કેવલહિક,
સુવા = શેષ ઉપયોગો, સM = સમ્યકત્વ,
પણ દ્ધિ = પાંચ લબ્ધિઓ, રાપરૂદ્ધિ=દાનાદિ લબ્ધિઓ, સ = સમ્યકત્વ, v=પાંચ,
વિરહુ = વિરતિ ક્રિક-દેશવિરતિ વર્ગ = ચારિત્ર,
અને સર્વવિરતિ ગાથાર્થ - બીજા ક્ષાયિકભાવમાં કેવલઢિક, સમ્યકત્વ, દાનાદિ પાંચ લબ્ધિઓ અને ચારિત્ર એમ ૯ ભેદ છે. તથા ત્રીજા ક્ષયોપશમભાવમાં શેષ (દશ) ઉપયોગો, પાંચ લબ્ધિ, સમ્યકત્વ અને વિરતિદ્ધિક એમ ૧૮ ભેદો છે. ૬૫ //
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org