Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૯૯ આ પ્રમાણે દેશવિરતિ ગુણઠાણે ૮ થી ૧૪ સુધીના સર્વે વિકલ્પોના બંધહેતુના ભાંગા ૧,૬૩,૬૮૦ થાય છે. હવે છઠ્ઠા પ્રમત્ત ગુણઠાણે બંધહેતુના ભાંગ કહેવાય છે. પ્રમત્ત ગુણઠાણે સર્વવિરતિ હોવાથી છએ ઇન્દ્રિયોનો અસંયમ તથા પાંચે કાયોનો વધ એમ ૧૧ અવિરતિ નીકળી જાય છે. પ્રત્યાખ્યાનાવરણ કષાયની ચોકડી પણ નીકળી જાય છે. તથા ચૌદ પૂર્વધર આહારક રચના કરતા હોવાથી આહારક કાયયોગ અને આહારકમિશ્ર કાયયોગ સંભવે છે. જેથી ૪ સંજ્વલન, ૯ નોષાય અને ૧૩ યોગ એમ કુલ ૨૬ બંધહેતુ હોય છે. તેમાં
સ્ત્રીવેદી જીવોને ચૌદપૂર્વના અધ્યયનનો નિષેધ હોવાથી આહારક શરીરની રચના સંભવતી નથી. તેથી સ્ત્રીવેદે આહારકકાયયોગ અને આહારકમિશ્ર કાયયોગ પ્રથમથી જ આ બેની બાદબાકી કરી લેવી. એક જીવને ઓછામાં ઓછા પાંચ, અને વધુમાં વધુ સાત બંધહેતુ હોય છે. તે આ પ્રમાણે
તેર યોગ સાથે ત્રણ વેદે ગુણીએ ૧૩ * ૩ = ૩૯ તેમાંથી બે ઓછા કરીએ એટલે ૩૭ તેને બે યુગલે ગુણીએ તો ૭૪, અને ચાર કષાયે ગુણીએ તો ૨૯૬, આ પાંચ બંધહેતુના ભાંગા થયા. તેમાં ભય ભેળવીએ તો છ બંધહેતુના પણ ૨૯૬, તથા જુગુપ્સા એકલી ભેળવીએ તો પણ છ બંધહેતુના ભાગા ૨૯૬ થાય. અને ભય-જુગુપ્સા બને ભેળવીએ તો સાત બંધહેતુના ૨૯૬ ભાંગા થાય એમ મળીને કુલ ૧૧૮૪ ભાંગા છટ્ટ ગુણઠાણે હોય છે.
સાતમા ગુણઠાણે સંજ્વલન ૪ કષાય, ૯ નોકષાય હોય. પરંતુ યોગ ૧૧ જ હોય છે. આહારક તથા વૈક્રિય શરીરની રચના સાતમે પ્રારંભતા નથી. માત્ર છટ્ટે પ્રારંવ્યું હોય તો સાતમે આવે છે. તેથી આહારકમિશ્ર અને વૈક્રિયમિશ્ર કાયયોગ છકે હોય છે પરંતુ સાતમે આ બે યોગ સંભવતા નથી. તેથી તે બે વિના શેષ ૧૧ યોગ હોય છે. તેમાં પણ સ્ત્રીવેદીને આહારક કાયયોગ ન હોય એટલે ગુણાકારમાં ૧ ઓછો કરવો તેથી ભાંગા આ પ્રમાણે થાય છે.
અગિયાર યોગની સાથે ત્રણ વેદે ગુણતાં ૧૧ ૪ ૩ = ૩૩, તેમાંથી એક બાદ કરતાં ૩૨, તેને બે યુગલે ગુણતાં ૬૪, તેને ચાર કષાયે ગુણતાં ૨પ૬ થાય. આટલા ભાંગા ૫ બંધહેતુના થાય, તેમાં ભય નાખીએ તો છના પણ ૨૫૬, જુગુપ્સા નાંખીએ તો પણ છના ૨પ૬ અને ભય-જુગુપ્સા બન્ને નાખીએ તો સાત બંધ હેતુના પણ ૨૫૬ એમ સાતમે ગુણઠાણે કુલ ૧૦૨૪ બંધહેતુ ભાંગા હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org