Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૦૩
ગાથાર્થ – સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનક સુધી ઉદય અને સત્તામાં આઠે કર્મો હોય છે. ક્ષણમોહે મોહનીય વિના સાત કર્મો હોય છે. છેલ્લા બે ગુણઠાણે ચાર કર્મો હોય છે. અને ઉપશાન્તમોહે સત્તામાં આઠ તથા ઉદયમાં સાત કર્મો હોય છે. ૬૦ના
- વિવેચન - મિથ્યાષ્ટિ ગુણસ્થાનકથી આરંભીને સૂક્ષ્મસંપરાય નામના દસમા ગુણસ્થાનક સુધી ઉદય અને સત્તામાં આઠે મૂલકર્મો હોય છે. કારણ કે
ત્યાં સુધી સર્વે ભૂલ કર્મો ઉદય-સત્તામાં સંભવે છે. બારમા ગુણઠાણે મોહનીયકર્મ વિના શેષ સાત કર્મોનો જ ઉદય અને સાત કર્મોની જ સત્તા હોય છે. કારણ કે ક્ષીણમોહ ગુણઠાણું હોવાથી અહીં જીવ વીતરાગ છે. તેથી મોહનીય કર્મ ઉદય અને સત્તામાંથી સર્વથા ક્ષીણ થયું છે. તથા તેરમા - ચૌદમા છેલ્લા બે ગુણઠાણાઓમાં વેદનીય-નામ-ગોત્ર અને આયુષ્ય એમ ચાર અઘાતી કર્મોનો જ ઉદય અને આ જ ચાર અઘાતી કર્મોની સત્તા હોય છે. કારણ કે આ બે ગુણઠાણે જીવ સર્વજ્ઞ-સર્વદર્શી હોવાથી ઘાતી કર્મોને સત્તામાંથી જ સંપૂર્ણ પણે ક્ષીણ કર્યા છે. તેથી ચાર ઘાતકર્મો અહીં ઉદય કે સત્તામાં સંભવતાં નથી.
તથા ઉપશાન્તમોહ ગુણઠાણે ઉદય સાતનો અને સત્તા આઠની હોય છે. કારણ કે આ ગુણસ્થાનક ઉપશમ શ્રેણીવાળાને જ આવે છે. અને ઉપશમશ્રેણીમાં મોહનીયનો ઉપશમ જ થાય છે. તેથી મોહનીયકર્મ ઉપશાન્ત થયેલ હોવાથી ઉદયમાં આવતું નથી પરંતુ સત્તામાં અવશ્ય હોય છે. ૬Oા હવે ચૌટે ગુણસ્થાનકમાં ઉદીરણા કહે છે. उइरंति पमत्तंता, सगट्ठ मीसट्ठ वेयआउ विणा। छग अपमत्ताइ तओ, छ पंच सुहुमो पणुवसंतो॥ ६१॥ (उदीरयन्ति प्रमत्तान्तास्सप्ताष्टौ, मिश्रोऽष्टौ, वेदनीयायुषी विना। षडप्रमत्तादयस्ततः षट् पञ्च सूक्ष्मः पञ्चोपशान्तः ॥६१॥)
શબ્દાર્થ
ત્તિ = ઉદીરણા કરે છે. પરંતા = પ્રમત્ત સુધીના,
સમક્ = સાત અથવા આઠ, વેગાસ વિM = વેદનીય અને આયુષ્ય વિના,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org