Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૧૦ સાસ્વાદન, મિશ્ર, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મસંપરાય, ઉપશાન્તમોહ, ક્ષીણમોહ અને અયોગી આ આઠ ગુણસ્થાનક અદ્ભવ છે. તેના નંબરો અનુક્રમે ૨-૩-૮-૯-૧૦-૧૧-૧૨-૧૪ છે. પરંતુ સમજવા સહેલા પડે તેથી તેના ક્રમાંક લાઇનસર ૧-૨-૩-૪-૫-૬-૭-૮ અહીં લખીશું. માટે ૧ એટલે સાસ્વાદન, ૨ એટલે મિશ્ર, ૩ એટલે અપૂર્વકરણ, એમ ૮ એટલે અયોગી સમજવું. આ સંસારમાં ઉપરોક્ત આઠ ગુણઠાણામાંથી જ્યારે કોઈ પણ એક ગુણઠાણું જ હોય ત્યારે સાસ્વાદન પણ હોય, અથવા મિશ્ર પણ હોય એમ અપૂર્વકરણાદિ કોઈ પણ એક હોય, તેથી તેના ૮ ભાંગા થાય છે. આ આઠે ભાંગામાં એકેક જ ગુણસ્થાનક આવતું હોવાથી તે આઠને “એકસંયોગી ભાંગા ૮” એમ કહેવાય છે.
હવે આ આઠમાંથી કોઈ પણ બે ગુણસ્થાનક સંસારમાં હોય તો સાસ્વાદન-મિશ્ર, અથવા સાસ્વાદન-અપૂર્વ, ઈત્યાદિ ગમે તે બે હોઈ શકે છે. તેથી બે-બેનાં જોડકાં ૨૮ થાય છે. તે દ્વિસંયોગી કહેવાય છે. એવી જ રીતે સંસારમાં કોઈક વખત ત્રણ-ત્રણ ગુણઠાણાં હોય એમ પણ બને છે જેમ કે સાસ્વાદન-મિશ્ર-અપૂર્વ અથવા સાસ્વાદન-મિશ્ર-અનિવૃત્તિ, સાસ્વાદન-મિશ્રસૂક્ષ્મસંપરાય ઈત્યાદિ. તેના પ૬ ભાંગા થાય છે. તેને ત્રિસંયોગી ભાંગા કહેવાય છે. એવી જ રીતે ક્યારેક ચાર-ચાર ગુણઠાણાં સંસારમાં હોય છે તેના ૭૦ ભાંગા થાય છે. તે ચતુઃસંયોગી કહેવાય છે. એ પ્રમાણે પંચસંયોગી પ૬, છ સંયોગી ૨૮, સાત સંયોગી ૮, અને આઠ સંયોગી ૧, ભાંગો થાય છે. તેનું ચિત્ર આલેખીને સમજાવીએ છીએ. પરંતુ ગુણસ્થાનકોના અનુક્રમ નંબર- ૧-૨-૩-૪-૫-૬-૭-૮ લખીને સમજાવીશું. જેથી સમજવા સરળ પડે. (૧) એકસંયોગી ભાંગા-આઠ. ૧ | ૨ | ૩ | ૪ | ૫ | ૬ | ૭ | ૮ (૨) દ્વિસંયોગી ભાંગા-૨૮
૧-૨ | ૧-૬ | ૨-૪ | ૨-૮ | ૩-૭ | ૪-૭ | ૫-૮ ૧-૩ | ૧-૭ | ૨-૫ | ૩-૪ | ૩-૮, ૪-૮ | ૬-૭ ૧-૪ | ૧-૮૨-૬ ] ૩-૫ ! ૪-૫ | પ-૬ | ૬-૮] ૧-૫ | ૨-૩ | ૨-૭ ૩-૬ ] ૪-૬ | પ-૭ | ૭-૮]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org