Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૨૦૦ આઠમા અપૂર્વકરણ ગુણઠાણે આહારકકાયયોગ તથા વૈક્રિય કાયયોગ પણ ન હોય. કારણ કે શ્રેણીનો આરંભ હોવાથી શરીર રચના ન હોય. તેથી ૪ મનના, ૪ વચનના અને ઔદારિક કાયયોગ એમ ૯ યોગ હોય. ૪ સંજ્વલન, અને ૯ નોકષાય એમ ૨૨ બંધહેતુ હોય છે. તેમાંથી એક જીવને જઘન્યથી ૫, ઉત્કૃષ્ટથી ૭ હોય છે.
કષાયયગલ વેદ | યોગ | ૫ બંધહેતુ | ૧ | ૨ | ૧ | ૧ |=ગુણાકાર ૪૪૨૪૩૪૯=૦૧૬ ૬ ભય સાથે | ૧ | ૨ ૨ / ૧ / ૧ ભય
૪૪૨૪૩૪૯૪૧=૨૧૬ ૬ જુગુપ્સા સાથે ૧ | ૨ | ૧ | ૧ |જુગુપ્સા | ૪૪૨૪૩૪૯૪૧=૨૧૬ ૭િ ભય-જુગુપ્સા | ૧ | ૨ | ૧ | ૧ |ભય ૪૪૨૪૩૪૯૪૧૮૧=૨૧૬ | બન્ને સાથે | | | | |જુગુપ્સા | . કુલ-૮૬૪
કુલ આઠસો ચોસઠ ભાંગા હોય છે.
નવમા અનિવૃત્તિ ગુણઠાણે હાસ્યષક વિના ૧૬ બંધહેતુ હોય છે. ૪ સંજ્વલન, ત્રણ વેદ, નવ યોગ. એમ કુલ ૧૬ બંધહેતુ હોય છે. પરંતુ ત્રણ વેદનો ઉદય નવમાના પ્રથમ ભાગમાં જ હોય છે નવમાના બીજા ભાગથી વેદનો ઉદય ટળી જાય છે. તેથી વેદોદયકાળ ૩ વેદ x ૪ કષાય x ૯ યોગ = ૧૦૮ ભાંગા ત્રણ બંધહેતુના થાય છે. તથા વેદરહિતકાળે ૪ કષાય X ૯ યોગ = ૩૬ ભાંગા બે બંધહેતુના થાય છે. કુલ ૧૪૪ ભાંગા નવમે ગુણઠાણે બંધહેતુના સંભવે છે.
સૂક્ષ્મ સંપરાય ગુણઠાણે માત્ર ૧ સંજવલન લોભ અને ૯ યોગ એમ ૧૦ જ બંધહેતુ છે. તેના ૧ ૮ ૯ = ૯ જ ભાંગા થાય છે. અગિયારમા ગુણઠાણે ૯ યોગ માત્ર જ છે તેથી ૯ બંધહેતુ ભાંગા થાય છે. બારમા ગુણઠાણે પણ ૯ યોગ માત્ર જ હોય તેથી બંધહેતુના ભાંગા ૯ થાય છે તેરમે ગુણઠાણે ૭ યોગ માત્ર જ છે તેથી ત્યાં પણ બંધહેતુના ૭ જ ભાંગા થાય છે. ચૌદમું ગુણઠાણું સર્વથા બંધહેતુ રહિત હોવાથી કોઈ પણ ભાંગા ત્યાં સંભવતા નથી. આ પ્રમાણે ચૌદે ગુણઠાણે મળીને કુલ ભાંગા. ૪૭, ૧૩, ૦૧૦ થાય છે. એ ૫૮ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org