Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૫૫
* *
*
*
*--- '
', '
', '
',
-
, :
-
ન્મ
ગાથાર્થ - છ ગુણઠાણામાં સર્વ લેશ્યા હોય છે એક ગુણઠાણે તેજો આદિ ત્રણ વેશ્યા હોય છે. અને અપૂર્વકરણાદિ છ ગુણઠાણામાં માત્ર સુલેશ્યા જ હોય છે. અને અયોગી ભગવાન અલેશી (લશ્યા રહિત) છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એમ ચાર બંધના હેતુઓ શાસ્ત્રોમાં કહ્યાં છે. પગના
વિવેચન - ચૌદ ગુણસ્થાનકો ઉપર હવે વેશ્યા દ્વારા જણાવે છે. મિથ્યાત્વ ગુણસ્થાનકથી પ્રમત્ત નામના છઠ્ઠા ગુણઠાણા સુધી પ્રથમનાં છ ગુણઠાણામાં છે એ લેગ્યા હોય છે. આ ગાથામાં કૃષ્ણ - નીલ અને કાપોત લેગ્યા કે જે અશુભલેશ્યા છે. તેને છ ગુણઠાણાં કહ્યાં છે તે પૂર્વપ્રતિપનને આશ્રયીને જાણવાં. અને ત્રીજા કર્મગ્રંથની પચીસમી ગાથામાં આ જ ત્રણ લેશ્યામાં જે પ્રથમનાં ચાર જ ગુણસ્થાનક કહ્યાં છે. તે પ્રતિપદ્યમાનને આશ્રયી જાણવાં. આવી અશુભ લેશ્યા હોતે છતે જો ગુણઠાણામાં ચડી શકાય તો ચાર ગુણસ્થાનક સુધી જ ચડાય. પાંચમે-છ ગુણઠાણે ન ચડાય. તેથી ત્રીજા કર્મગ્રંથમાં પ્રતિપદ્યમાનને આશ્રયી ચાર ગુણસ્થાનક કહ્યાં છે. પરંતુ શુભ લેશ્યામાં વર્તતો જીવ પાંચ-છ ગુણઠાણે ચડ્યો હોય અને પછી પાંચમું- છઠ્ઠ ગુણઠાણું હોતે છતે પણ મુલીનું અધ્યવસાય થવાથી કૃષ્ણાદિ અશુભ લેશ્યા આવી શકે છે. એમ વિવફાભેદ માત્ર જાણવો. પરંતુ મતાન્તર ન ગણવો.
સાતમા અપ્રમત્ત ગુણઠાણે તેજો-પદ્ધ અને શુક્લ એમ શુભ લેશ્યાત્રિક હોય છે. પરંતુ અશુભલેશ્યાઓ તદ્યોગ્ય અધ્યવસાયના અભાવે હોતી નથી. તથા અપૂર્વકરણથી સયોગી સુધીનાં છ ગુણઠાણાં અતિશય નિર્મળ હોવાથી માત્ર શુકૂલલેશ્યા જ હોય છે. શેષ વેશ્યાઓ સંભવતી નથી.
અહીં એક વાત ખાસ જાણવા જેવી છે કે એકેક લેગ્યામાં ચડતાઉતરતા તીવ્ર-મંદ અધ્યવસાયસ્થાનો અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ હોય છે. તેથી એક જ શુભલેશ્યા પ્રાથમિક ગુણઠાણાઓમાં પણ હોય અને ઉપરના ગુણઠાણાઓમાં પણ હોય. તેવી જ રીતે એક જ અશુભલેશ્યા પ્રાથમિક ગુણઠાણાઓમાં પણ હોય અને ઉપરનાં પણ યથોચિત ગુણઠાણામાં હોય. જેમ પચીસ માળ ઉંચા એપાર્ટમેન્ટમાં નીચલા માળે રહેતા અને પચીસમાં માળે રહેતા બન્નેને એક જ મકાનમાં વસનારા કહેવાય છે. તેથી નીચલા માળે રહેનારને ગંદકી વધારે અને હવા-પ્રકાશ ઓછાં હોય છે. અને ઉપરના
*
* * , , ,
, - કમ
કે
જે
- - -
ના
ના
ન
પાકે. 8 + +
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org