Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૭૧
ગાથાર્થ- અગિયાર અવિરતિ અને ત્રીજા કષાય વિના પ્રમત્તે ર૬ બંધહેતુ હોય. તેમાંથી વૈક્રિય અને આહારક મિશ્ર વિના અપ્રમત્તે ૨૪ બંધહેતુ હોય. અપૂર્વકરણે વળી વૈક્રિય અને આહારક વિના ૨૨ બંધહેતુ હોય છે. ૫૭ ૫
વિવેચન- છઠ્ઠા પ્રમત્ત ગુણસ્થાનકે “સર્વવિરતિ” ચારિત્ર હોવાથી સર્વથા વિરતિ સ્વીકારેલી છે. તેથી (ત્રસકાયની હિંસારૂપ અવિરતિ પાંચમે ગુણઠાણે નીકળી ગઈ હોવાથી તે વિના શેષ) પાંચ કાયની હિંસારૂપ પાંચ અવિરતિ, અને મન સાથે છ ઇન્દ્રિયોના અસંયમ રૂપ છ અવિરતિ એમ કુલ અગિયાર અવિરતિ સંભવતી નથી. તથા પ્રત્યાખ્યાનાવરણ નામનો ત્રીજો કષાય સર્વવિરતિની ઘાતક છે. તેથી તે કષાયનો ઉદય ટળે તો જ સર્વવિરતિ આવે માટે તે ચાર કષાય છà ન હોય. વૈક્રિયશરીરની તથા આહારકશરીરની રચના કરે તેથી આહારકના બે યોગ (પૂર્વગાથામાં કહ્યા મુજબ) ઉમેરતાં ૩૯-૧૫+૨=૨૬ છવીસ બંધહેતુઓ છ હોય છે. આ સર્વ વિધાન છે તે ગુણઠાણે વર્તતા સર્વજીવોને આશ્રયી હોય છે.
તથા સાતમા ગુણઠાણે વૈક્રિયમિશ્ર અને આહારકમિશ્ર એમ બે યોગ વિના શેષ ૨૪ બંધહેતુ હોય છે. કારણ કે વૈક્રિય અથવા આહારકશરીરની રચનાના પ્રારંભકાલે મિશ્રયોગ હોય છે. અને લબ્ધિ ફોરવવી તે ઉત્સુકતા સ્વરૂપ હોવાથી પ્રમાદ કહેવાય છે. તેથી રચનાનો પ્રારંભ છ જ કરે છે. સાતમે કરતો નથી. માટે બને મિશ્રયોગ છ જ હોય છે, સાતમે સંભવતા નથી. પરંતુ છટ્ટ ગુણઠાણે જુદા જુદા જીવો વૈક્રિય અને આહારકશરીરની રચના કરી તે શરીરસંબંધી છએ પર્યાપ્તિઓ સમાપ્ત કરી પર્યાપ્તા થયા છતા સાતમે જાય છે. તેથી ત્યાં (મિશ્રયોગ વિનાના શુદ્ધ એવા) વૈક્રિયકાયયોગ અને આહારક કાયયોગ સાતમે સંભવે છે. તેથી સાતમે ગુણઠાણે ચોવીસ બંધહેતુઓ હોય છે.
આઠમે ગુણઠાણે વૈક્રિયકાયયોગ અને આહારકકાયયોગ વિના શેષ ૨૨ બંધહેતુઓ હોય છે. કારણ કે છેકે જેઓએ વૈક્રિય અથવા આહારક આવ્યું હોય છે તે સાતમે જઈ શકે છે. પરંતુ અપૂર્વકરણાદિમાં ચડી શકતા નથી. અને અપૂર્વકરણાદિમાં જે ચડે છે. તે શ્રેણીગતજીવો હોવાથી અતિશય વિશુદ્ધિવાળા છે. તેથી આવી લબ્ધિ પ્રત્યયિક શરીરની રચના કરતા નથી. તેથી ૨૨ બંધહેત જ હોય છે. એ પ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org