Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૭૪
મિથ્યાત્વથી સયોગી સુધી આ જે બંધહેતુ સમજાવ્યા છે. તે સર્વે તે તે ગુણઠાણે વર્તતા અનેકજીવોને આશ્રયી સમજવા. પરંતુ જો એક જીવને એકકાલ આશ્રયી બંધહેતુ જાણવા હોય તો તેનું વર્ણન આ પ્રમાણે છે
મિથ્યાત્વ ગુણઠાણે પ મિથ્યાત્વ, ૧૨ અવિરતિ, ૨૫ કષાય અને ૧૩ યોગ એમ પંચાવન બંધહેતુ સર્વજીવ આશ્રયી છે. ત્યાં
(૧) પાંચ પ્રકારના મિથ્યાત્વમાંથી કોઈ પણ એક જીવને એકકાળે એક જ પ્રકારનું મિથ્યાત્વ હોય. પરંતુ બે-ત્રણ-ચાર કે પાંચે પ્રકારનું મિથ્યાત્વ એક જ જીવને એક કાલે ન હોય. તેથી મિથ્યાત્વ ૧ લેવું.
(૨) અવિરતિમાં છ ઇન્દ્રિયનો અસંયમ અને છ કાયનો વધ એમ ૧૨ છે. પરંતુ મનનો અસંયમ પાંચે ઇન્દ્રિયોની સાથે અંતર્ગત ગણાય છે. કારણ કે પાંચે ઇન્દ્રિયો મન સાથે જોડાયેલી હોય તો જ વિષયોમાં આસક્તિ પામે છે. પોત-પોતાના વિષયમાં મગ્ન બને છે. તેથી મનનો અસંયમ જુદો ન ગણવો. પરંતુ પાંચ ઇન્દ્રિયોમાંથી કોઈ પણ એક ઇન્દ્રિયનો અસંયમ એક જીવમાં એકકાળે ગણવો. કારણ કે ઉપયોગ કોઈ પણ એક ઇન્દ્રિયના વિષયમાં હોય છે. તેથી કોઈ પણ એક ઇન્દ્રિયના અસંયમની વિવક્ષા ગણવી. (પાંચ ઇન્દ્રિયના અસંયમમાંથી એક.)
(૩) છ કાયના વધમાં કોઈક વખત એક કાયના વધવાળું પણ કાર્ય કરે, કોઈકાલે બે કાયના વધવાળું કાર્ય પણ કરે અને કોઈક કાળે એક જીવ ૩ અથવા ૪ અથવા ૫ અને કોઈ કાળે ૬ કાયના વધનું પણ કાર્ય કરે છે, તેથી ઓછામાં ઓછી ૧ કાયાનો વધ ગણવો. અને વધુમાં વધુ બે, ત્રણથી યાવત્ છએ કાયાનો પણ વધુ ગણવો.
(૪) પચીસ કષાયોમાં ૧૬ કષાય, હાસ્યાદિ ૬ નોકષાય, અને ત્રણ વેદ એમ ત્રણ ભાગ છે. ત્યાં ક્રોધ-માન-માયા અને લોભનો એક કાળે એક જીવને ઉદય સંભવતો નથી. અધ્વોદયી હોવાથી છઠ્ઠા અને પાંચમા કર્મગ્રંથમાં વારાફરતી ઉદય કહ્યો છે. તેથી અનંતાનુબંધી આદિ ચારે ક્રોધ, અથવા ચારે માન, અથવા ચારે માયા, અથવા ચારે લોભ એમ ચાર કષાય સાથે લેવા. પરંતુ ક્રોધ, માન, માયા, લોભ એમ ચાર સાથે ન લેવા. તેમાં એક અપવાદ એવો છે કે જે જીવો ઉપશમશ્રેણીમાં અથવા સમ્યક્ત્વાદિ ગુણઠાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org