Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૭૫ અનંતાનુબંધી કષાયની વિસંયોજના કરી મિથ્યાત્વ મોહનીયના ઉદયથી પડીને પહેલા ગુણઠાણે આવે છે. તેવા મોહનીયકર્મની ૨૪ની સત્તાવાળા જીવોને મિથ્યાત્વમોહનીયના ઉદયના કારણે પ્રથમસમયથી જ અનંતાનુબંધી કષાય બંધાય છે. તેથી સત્તા ૨૮ની થાય છે. પરંતુ અનંતાનુબંધીનો ઉદય ૧ આવલિકા પછી જ થાય છે. કારણ કે આ બંધાતા અનંતાનુબંધીનો તો જધન્યથી પણ અંતર્મુહૂર્ત અબાધાકાળ હોવાથી અંતર્મુહુર્ત પછી જ ઉદય થાય છે. પરંતુ બંધાતા તે અનંતાનુબંધીમાં અપ્રત્યાખ્યાનીય આદિ શેષ કષાયો જે સંક્રમ પામે છે તેનો (સંક્રમાવલિકા સકલ કરણને અયોગ્ય હોવાથી) એક આવલિકા પછી જ ઉદય શરૂ થાય છે. તેથી પ્રથમની આવલિકામાં અનંતાનુબંધી વિના ત્રણ ક્રોધ, ત્રણ માન, ત્રણ માયા અને ત્રણ લોભમાંથી ગમે તે ત્રણ કષાય હોય છે. અને આવલિકા પછી અનંતાનુબંધીનો ઉદય થવાથી ચાર કષાય હોય છે.
(૫) હાસ્ય-રતિનું એક યુગલ જ્યારે ઉદયમાં હોય છે ત્યારે અરતિશોકનું યુગલ ઉદયમાં આવતું નથી. તેવી જ રીતે અરતિ-શોકનું યુગલ ઉદયમાં આવે છે. ત્યારે હાસ્ય-રતિનું યુગલ ઉદયમાં આવતું નથી માટે એક યુગલ એક કાળે જાણવું.
() સ્ત્રીવેદ, પુરુષવેદ, અને નપુંસકવેદમાંથી એક કાલે એક જીવને ગમે તે એક જ વેદ ઉદયમાં હોય છે.
(૭) ભય અને જુગુપ્સા અધૂવોદયી હોવાથી ક્યારેક ઉદયમાં હોય છે ક્યારેક ઉદયમાં નથી હોતી, ક્યારેક એકલો ભય જ ઉદયમાં હોય છે તથા ક્યારેક એકલી જુગુપ્સા પણ ઉદયમાં હોય છે. અને ક્યારેક બન્નેનો પણ ઉદય હોય છે.
(૮) પહેલા ગુણઠાણે આહારકદ્ધિક વિના સામાન્યથી તેર યોગ કહ્યા છે. તો પણ એક કાળે એકજીવને તેમાંથી એક જ યોગની વિવક્ષા કરાય છે. તથા અનંતાનુબંધીની વિસંયોજના કરીને પહેલા ગુણઠાણે જ્યારે આવે છે ત્યારે પહેલી આવલિકામાં અનંતાનુબંધીના અનુદયકાળે કોઈ પણ જીવ મૃત્યુ પામતો નથી આવું શાસ્ત્રવચન હોવાથી તે કાળે વિગ્રહગતિ અને અપર્યાપ્તાવસ્થાભાવિ કાર્પણ કાયયોગ, ઔદારિકમિશકાયયોગ અને વૈક્રિયમિશ્રકાયયોગ સંભવતા નથી તેથી ત્યાં દશ યોગમાંથી એક યોગ હોય છે. એમ જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org