Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૫૭ રચના કરવી. આ સર્વે પ્રમાદ કહ્યા છે. ત્યાં મદિરાપાન અને વિષયસેવનાદિ રૂપ જે પ્રમાદ છે. તે અવિરતિમાં અંતભૂત થાય છે. વિકથાદિરૂપ જે પ્રમાદ છે. તે કષાયમાં અંતર્ભત થાય છે. અને વૈક્રિય-આહારકાદિ શરીરની રચના કરવા રૂપ જે પ્રમાદ છે. તે યોગમાં અંતર્ભત થાય છે. (જુઓ સ્વોપજ્ઞટીકા). તેથી પ્રમાદ એ ઉપરોક્ત ચાર બંધહેતુમાં અંતર્ગત સમજી લેવો. ૫૦ છે હવે મિથ્યાત્વ નામના પ્રથમ બંધહેતુના ઉત્તરભેદ જણાવે છે. अभिगहियमणभिगहिया-भिनिवेसियसंसइयमणाभोगं । पण मिच्छ बारं अविरइ, मणकरणानियमु छजियवहो ॥५१॥ (अभिगृहितानभिगृहिताभिनिवेशिकसांशयिकमनाभोगम् । पञ्च मिथ्यात्वानिद्वादश अविरतयो मनःकरणानियमष्षड्जीववधः ॥५१॥)
શબ્દાર્થમહિયં- અભિગૃહીત, પણ મિઈ=પાંચ પ્રકારનાં મિથ્યાત્વ છે.
પાદિયર અનભિગૃહીત, વાર વિર= બાર પ્રકારની અવિરતિ, મામનિવેશ્યિ= આભિનિવેશિક, મરપાનિયમન અને પાંચ સંસથક સશયિક,
ઈન્દ્રિયોનો અસંયમ, નામi= અનાભોગિક એમ, | ગયો છ પ્રકારના જીવનો વધ.
ગાથાર્થ :-અભિગૃહીત, અનભિગૃહીત, અભિનિવેશિક સાંશયિક અને અનાભોગ એમ પાંચ પ્રકારનાં મિથ્યાત્વ છે. તથા મન અને પાંચ ઇન્દ્રિયોનો અસંયમ તથા છ જવનિકાયનો વધ અને બાર પ્રકારની અવિરતિ છે. આપના
વિવેચન- હવે કર્મબંધનાં કારણો (હેતુઓ)નું વિવરણ કહે છે. આ આત્મા જે જે કારણોના આસેવનથી કર્મો બાંધે છે. તે કારણોના મૂલ ચાર ભેદ છે. તેમાં પ્રથમ ભેદ જે મિથ્યાત્વ છે. તેના ઉત્તરભેદ પાંચ છે. તે પાંચ પ્રકારના ઉત્તરભેદોનાં નામો તથા અર્થો આ પ્રમાણે છે.
૧. અભિગૃહીત મિથ્યાત્વ- પોતે જે ધર્મ સ્વીકાર્યો હોય તે આત્માને હિતકારી છે કે હિતકારી નથી. ગુણ આપનાર છે કે ગુણ આપનાર નથી ઇત્યાદિ વિચાર કર્યા વિના આગ્રહ માત્રથી જ પકડી રાખે. બાપ-દાદા કરતા હતા. માટે અમે સ્વીકારેલો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org