Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૫૮
ધર્મ જ સાચો છે. એમ અજ્ઞાન અને કદાગ્રહથી પોતાનું માનેલું જ સાચું માને તે અભિગૃહીત. બૌધ્ધ-સાંખ્ય-મીમાંસક આદિ કોઈ પણ એકકુદર્શનનું ગ્રહણે તે.
૨. અનભિગૃહીત મિથ્યાત્વ- સર્વ ધર્મો સાચા છે. સારા છે, એમ કંઈક માધ્યસ્થભાવ રાખીને બધા જ ધર્મોને સમાન અને આવકાર્ય માને. પરંતુ સાચા-ખોટાનો વિવેક ન કરે. ઉંડી પરીક્ષા ન કરે. બુદ્ધિ ન દોડાવે અર્થાત્ પોતે જે માનેલો હોય તેને સાચો માને, અન્યને ખોટા પણ માને. પરંતુ આ માન્યતાનો આગ્રહ ન હોય. કંઈક માધ્યસ્થતા હોય તે અનભિગૃહીત મિથ્યાત્વ.
૩. આભિનિવેશિક- પોતે જે માન્યું છે તે ખોટું છે. એમ જાણવા છતાં અને સાક્ષાત્ અનુભવવા છતાં લજ્જાના કારણે અથવા માનાદિના કારણે પકડ્યો મત મૂકે નહીં. જેમ ગોષ્ઠામાહિલાદિ નિદ્ભવો થયા . જીવ અને કર્મનો સંબંધ શાસ્ત્રોમાં ક્ષીર-નીર અને લોહાગ્નિની જેમ કહ્યો હોવા છતાં સર્પ અને કંચુકીની જેમ એકાન્ત ભિન્ન સંયોગસંબંધ માત્ર જ માને. તથા જીવ અજીવને બદલે જીવ-અજીવ અને નોજીવ એમ ત્રણ રાશિની સ્થાપના કરે. ઇત્યાદિ ખોટું જાણવા છતાં પકડેલું મૂકે નહીં તે આભિનિવેશિક.
૪. સાંશયિક- અરિહંત પરમાત્માએ કહેલાં જીવ-અજીવ આદિ તત્ત્વો ઉપર શંકા કરે. ગીતાર્થ જ્ઞાનીનો યોગ હોવા છતાં અહંકારાદિથી પૂછે નહીં આ બધું શાસ્ત્રોક્ત સર્વશે કહ્યું હશે કે વચ્ચેના ગીતાર્થોએ જ કહ્યું હશે. એમ માની અવિશ્વાસ કરે તે સાંશયિક.
૫. અનાભોગ- અજ્ઞાનદશા. તત્ત્વાતત્ત્વનો અવિવેક. જેમ મૂછ પામેલ મનુષ્ય સત્યાસત્ય- કંઈ ન જાણે તેમ એકેન્દ્રિયાદિ જીવોની જે સર્વથા અજાણદશા. મૂર્જિતદશા. તે અનાભોગ મિથ્યાત્વ. આ પ્રમાણે મિથ્યાત્વ નામનો પ્રથમ બંધહેતુ પાંચ પ્રકારે છે.
અવિરતિ” નામના બીજા બંધહેતુના ૧૨ પ્રકાર છે. મન અને બાહ્ય પાંચ ઇન્દ્રિયોનો જે અસંયમ. તે ૬, તથા છ જવનિકાયનો વધ એમ કુલ ૧૨ અવિરતિ છે. મનમાં નિરર્થક હિંસાદિના સંકલ્પો કરે, તથા બાહ્ય પાંચ ઇન્દ્રિયોના વિષયો અનંતસંસાર હેતુ છે. એમ ન જાણવાના કારણે અથવા એમ જાણવા છતાં તેનું વિરમણ ન કરે. વિષયોનો અને મનના (અશુભ) વિકલ્પોનો ત્યાગ ન કરે, તે છ પ્રકારની અવિરતિ જાણવી. તથા પૃથ્વીકાયાદિ છે જીવનિકાયનો
જો
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org