Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૫૯ વધ કરવો તે બીજી છ અવિરતિ. એમ કુલ ૧૨ અવિરતિ છે. જેમ હિંસાને અવિરતિમાં ગણી તેમ મૃષાવાદ, ચોરી-મૈથુન અને પરિગ્રહાદિ પણ કર્મબંધના હેતું હોવાથી અવિરતિ જ છે. પરંતુ તે સર્વે આશ્રવો અનંતરપણે કે પરંપરાએ પણ હિંસાનાં જ કારણ બને છે. હિંસાને જ વધારે છે. માટે જ જીવનિકાયની હિંસારૂપ અવિરતિમાં જ તેનો સમાવેશ કરવો. હવે કષાય અને યોગ નામના શેષ બે બંધહેતુના ભેદ જણાવે છે. પલા नव सोल कसाया पनर, जोग इय उत्तरा उ सगवन्ना। इग चउ पण तिगुणेसु, चउतिदुइगपच्चओ बंधो॥५२॥ (नव षोडश कषायाः पञ्चदश योगा इत्युत्तरभेदास्तु सप्तपञ्चाशत् । एकचतुःपञ्चत्रिगुणेषु, चतुस्त्रिद्वयेकप्रत्ययो बन्धः ॥ ५२ ॥)
શબ્દાર્થનવ= નવ,
૩ વળી, સોત= સોળ,
સવના સત્તાવન છે. સાયીક કષાયો, ફરપતિજીનું એક, ચાર, પુનર= પંદર, પાંચ અને ત્રણ ગુણસ્થાનકોમાં, ગા= યોગો, વતિદુપનો ચાર, ત્રણ,
= આ પ્રમાણે, બે અને એકના નિમિત્તે ઉત્તર = ઉત્તર હેતુ, | વંથો= બંધ થાય છે.
ગાથાર્થ- નવ અને સોળ એમ કુલ પચીસ કષાયો છે. તથા પર પ્રકારના યોગ છે. એમ કુલ ૫૭ ઉત્તરબંધહેતુ છે. એક ગુણઠાણે, ચાર ગુણઠાણે, પાંચ ગુણઠાણે, અને ત્રણ ગુણઠાણે અનુક્રમે ચાર-ત્રણ-બે અને એકનિમિત્તક બંધ હોય છે. એ પર છે
વિવેચન- હાસ્યાદિ ષટફ તથા ત્રણ વેદ એમ નવ નોકષાય છે. અને અનંતાનુબંધી આદિ ચાર કષાયના ક્રોધાદિ ચાર ભેદો ગણતાં કુલ ૧૬ કષાય છે. આ પ્રમાણે નવ નોકષાય અને સોળ કષાય મળીને કુલ ૨૫ ઉત્તરબંધહેતુ કષાયના જાણવા. આ પચીસે કષાયોનું સ્વરૂપ પ્રથમ કર્મવિપાક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org