SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૯ વધ કરવો તે બીજી છ અવિરતિ. એમ કુલ ૧૨ અવિરતિ છે. જેમ હિંસાને અવિરતિમાં ગણી તેમ મૃષાવાદ, ચોરી-મૈથુન અને પરિગ્રહાદિ પણ કર્મબંધના હેતું હોવાથી અવિરતિ જ છે. પરંતુ તે સર્વે આશ્રવો અનંતરપણે કે પરંપરાએ પણ હિંસાનાં જ કારણ બને છે. હિંસાને જ વધારે છે. માટે જ જીવનિકાયની હિંસારૂપ અવિરતિમાં જ તેનો સમાવેશ કરવો. હવે કષાય અને યોગ નામના શેષ બે બંધહેતુના ભેદ જણાવે છે. પલા नव सोल कसाया पनर, जोग इय उत्तरा उ सगवन्ना। इग चउ पण तिगुणेसु, चउतिदुइगपच्चओ बंधो॥५२॥ (नव षोडश कषायाः पञ्चदश योगा इत्युत्तरभेदास्तु सप्तपञ्चाशत् । एकचतुःपञ्चत्रिगुणेषु, चतुस्त्रिद्वयेकप्रत्ययो बन्धः ॥ ५२ ॥) શબ્દાર્થનવ= નવ, ૩ વળી, સોત= સોળ, સવના સત્તાવન છે. સાયીક કષાયો, ફરપતિજીનું એક, ચાર, પુનર= પંદર, પાંચ અને ત્રણ ગુણસ્થાનકોમાં, ગા= યોગો, વતિદુપનો ચાર, ત્રણ, = આ પ્રમાણે, બે અને એકના નિમિત્તે ઉત્તર = ઉત્તર હેતુ, | વંથો= બંધ થાય છે. ગાથાર્થ- નવ અને સોળ એમ કુલ પચીસ કષાયો છે. તથા પર પ્રકારના યોગ છે. એમ કુલ ૫૭ ઉત્તરબંધહેતુ છે. એક ગુણઠાણે, ચાર ગુણઠાણે, પાંચ ગુણઠાણે, અને ત્રણ ગુણઠાણે અનુક્રમે ચાર-ત્રણ-બે અને એકનિમિત્તક બંધ હોય છે. એ પર છે વિવેચન- હાસ્યાદિ ષટફ તથા ત્રણ વેદ એમ નવ નોકષાય છે. અને અનંતાનુબંધી આદિ ચાર કષાયના ક્રોધાદિ ચાર ભેદો ગણતાં કુલ ૧૬ કષાય છે. આ પ્રમાણે નવ નોકષાય અને સોળ કષાય મળીને કુલ ૨૫ ઉત્તરબંધહેતુ કષાયના જાણવા. આ પચીસે કષાયોનું સ્વરૂપ પ્રથમ કર્મવિપાક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001089
Book TitleKarmagrantha Part 4 Shadshiti Nama Tika
Original Sutra AuthorDevendrasuri
AuthorAbhayshekharsuri, Dhirajlal D Mehta
PublisherJain Dharm Prasaran Trust Surat
Publication Year1999
Total Pages292
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati, Karma, & Granth-1
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy