________________
૧૬૦
નામના કર્મગ્રંથમાં આવી ગયેલું છે. એટલે અહીં લખતા નથી. ત્યાંથી જ જાણી લેવું. તથા હાસ્યાદિ નવ નોકષાયને શાસ્ત્રોમાં જો કે “નોકષાય” તરીકે કહેવામાં આવે છે. તો પણ કષાયના પ્રેરક હોવાથી, કષાયના ઉત્તેજક હોવાથી તેના દ્વારા પરંપરાએ પણ કષાયો આવતા હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરને મૂલગાથામાં આ નોકષાયને પણ કષાય કહ્યા છે. આ કપાયો એ સ્થિતિબંધ અને રસબંધના હેતુઓ છે.
મનના ચાર, વચનના ચાર, અને કાયાના સાત એમ પન્નર પ્રકારે યોગ જાણવા. જેનો સવિસ્તર અધિકાર ચોવીસમી ગાથામાં સમજાવ્યો છે. તે પણ કર્મબંધનાં કારણો છે. તેનાથી મુખ્યત્વે પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ થાય છે. આ પ્રમાણે પ+૧૨+૨૫+૧૫=કુલ ૫૭ ઉત્તરબંધહેતુઓ દ્વારા આ જીવ કર્મ બાંધે છે. જીવ રૂપ સરોવરમાં આ પ૭ ઉત્તર બંધહેતુ રૂપ નાલ દ્વારા કર્મરૂપી જલ આવે છે. તેથી પ૭ ભેદને આશ્રવ પણ કહેવાય છે. (નવતત્ત્વમાં આવતા આશ્રવના ૪૨ ભેદ જુદી વિવક્ષાએ છે અને આ જુદી વિવક્ષાએ છે.)
મૂલ ચાર બંધહેતુ, અને ઉત્તર સત્તાવન બંધહેતુ સમજાવીને હવે કયા કયા ગુણઠાણે વર્તતા જીવો કેટલા કેટલા (મૂલ) બંધહેતુના નિમિત્તે કર્મ બાંધે છે તે સમજાવે છે. તેમાં ગાથાના ત્રીજા પદની અંદર કહેલ સંખ્યાની સાથે ચોથા પદમાં કહેલ સંખ્યા અનુક્રમે જોડવી. જેથી નીચે મુજબ અર્થ થાય છે. પ્રથમના એક ગુણઠાણે (એટલે મિથ્યાત્વ ગુણઠાણે) મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ એમ ચારેના નિમિત્તે જીવો કર્મ બાંધે છે. કારણ કે પહેલા ગુણઠાણે કર્મબંધના ચારે મૂલહેતુ વિદ્યમાન છે. તથા સાસ્વાદનથી. પ્રારંભીને ચાર ગુણઠાણાને વિષે (એટલે બીજા-ત્રીજા-ચોથા અને પાંચમા ગુણઠાણાને વિષે) અવિરતિ, કષાય અને યોગ એમ ત્રણ મૂલબંધ હેતુના નિમિત્તે જીવો કર્મ બાંધે છે. કારણકે આ ચારે ગુણઠાણે મિથ્યાત્વનો ઉદય નથી. તેથી મિથ્યાત્વ પ્રત્યયિક બંધ થતો નથી. અહીં પાંચમા ગુણઠાણે ત્રસકાયની હિંસાની વિરતિ છે. તેથી જ તે ગુણઠાણે દેશવિરતિ અર્થાત્ સંયમસંયમે કહેવાય છે. તો પણ બાર પ્રકારની અવિરતિમાંથી માત્ર એક જ અવિરતિ દૂર થયેલી છે. શેષ અગિયાર અવિરતિ તો ચાલુ જ છે. તથા ત્રસકાયની અવિરતિ પણ અપરાધી અને અનપરાધીમાં અપરાધીની અને સાપેક્ષ-નિરપેક્ષમાં સાપેક્ષપણે ઇત્યાદિ રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org