Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૬૬
જ ગીતાર્થોએ બંધહેતુ કહ્યો છે. આ રીતે શાસ્ત્રપાઠોનો સમન્વય કરવો. પરંતુ બીજી ખોટી કલ્પના ન કરવી. આ રીતે વિચારતાં ૬૫ પ્રકૃતિઓનો બંધ ત્રણ પ્રત્યયિક છે. અને આહારક-જિનનામનો બંધ પ્રશસ્ત રાગ સ્વરૂપ માત્ર એક કષાયપ્રત્યયિક જ છે. અને તે કષાય પણ વિશિષ્ટ સંયમ તથા સમ્યક્ત્વ કાલે જ આવે છે. માટે શાસ્ત્રોમાં બંધહેતુ તરીકે સંયમ અને સમ્યક્ત્વ કહ્યું છે. આવા પ્રકારના પ્રશસ્ત રાગકાલે સામાયિક અને છેદોપસ્થાપનીયાદિ જે કોઇ ચારિત્ર હોય તે ચારિત્ર (રાગવાળું હોવાથી) બંધહેતુ કહેવાય છે. તથા સમ્યક્ત્વમાં પણ આવા પરોપકાર કરવાના પ્રશસ્ત રાગકાલે ઔપમિકાદિ ત્રણમાંથી જે કોઈ સમ્યક્ત્વ હોય તે સમ્યક્ત્વ (પ્રશસ્ત રાગવાળું હોવાથી) જિનનામના બંધનો હેતુ થાય છે. અને જો આવો પ્રશસ્ત રાગ ન હોય તો ત્રણેમાંનું કોઈ પણ સમ્યક્ત્વ હોય તો પણ જિનનામકર્મ બંધાતું નથી. આ રીતે ત્રણ સમ્યક્ત્વમાંના કોઈ પણ સમ્યક્ત્વ સાથે જિનનામકર્મના બંધનો અન્વય-વ્યતિરેક સંબંધ ન હોવા છતાં પરોપકાર કરવાના ભાવ કાળે જે કોઈ સમ્યક્ત્વ હોય તે સમ્યક્ત્વને આધાર-આધેયનો અભેદ કરીને જિનનામકર્મનો બંધહેતુ કહેવાય છે. આ પ્રમાણે આ ગાથામાં ૧૨૦ કર્મપ્રકૃતિઓના બંધહેતુ સમજાવ્યા. ૫ ૫૩ ૫
પ્રાસંગિક કેટલીક વાત કહીને હવે ચૌદ ગુણસ્થાનકોમાં ઉત્તરહેતુ જણાવે છે.
पणपन्न पन्ना तिअछहिअ - चत्तगुणचत्त छचउदुगवीसा । सोलस दस नव नव सत्त हेउणो न उ अजोगिंमि ॥ ५४॥ (पञ्चपञ्चाशत्पञ्चाशत्त्रिषडधिक चत्वारिंशदेकोन चत्वारिंशत्षट्चतुर्द्वाविंशतयः । षोडश दस नव नव सप्त हेतवो नत्वयोगिनि ॥ ५४ ॥ )
શબ્દાર્થ
પળપન= પંચાવન,
પન્ના પચાસ,
તિબહિષ્મત્તત્ત- ત્રણ અને છ અધિક એવા ચાલીસ,
Jain Education International
મુળવત્ત= ઓગણચાલીસ. છપડવુાવીસા- છ-ચાર અને
બે અધિક વીસ,
ષોડશ- સોળ,
For Private & Personal Use Only
www.jainelibrary.org