Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૯૮
જીવ મિથ્યાત્વથી આવતો હોવાથી ચૌદપૂર્વનો અભ્યાસ સંભવતો નથી માટે આહારકદ્ધિક ન હોય, અને શ્રેણીસંબંધી ઉપશમ અપ્રમત્તથી શરૂ થાય છે. જો કે શ્રેણી સંબંધી ઉપશમ પામ્યા પછી સેંકડો વાર છફૈ-સાતમે પરાવર્તન કરે છે. ત્યારે ચૌદપૂર્વનો અભ્યાસ સંભવી શકે છે. આહારકલબ્ધિ પણ સંભવી શકે છે. પરંતુ આહારકની રચના (વિકુર્વણા) સંભવતી નથી. કારણ કે એક શરીરમાંથી બીજા શરીરની રચના કરવી તેમાં સુતા અધિક હોવાથી ઉપશમસમ્યકત્વ કાળે તે વિદુર્વણા સંભવતી નથી આ પ્રમાણે શ્રેણીસંબંધી ઉપશમમાં વિશિષ્ટ વિશુદ્ધિ અપેક્ષિત હોવાથી ઉપશમમાં આહારકદ્વિયોગ નથી. જો કે પ્રમત્તે આહારક બનાવી અપ્રમત્તે જીવ આવી શકે છે ત્યારે અપ્રમત્ત ગુણઠાણે પણ (આહારક મિશ્ર કાયયોગ ભલે નથી સંભવતો પરંતુ) આહારક કાયયોગ સંભવે છે તો પણ તે કાલે બે શરીરોમાં જીવ વ્યસ્ત હોવાથી શ્રેણીસંબંધી ઉપશમ સંભવી શકતું નથી. માટે તેર યોગ બરાબર છે.
પ્રશ્ન :- જો શરીરરચના એ પ્રમાદ હોય અને ઉપશમમાં વિશિષ્ટ વિશુદ્ધિ હોવાથી આહારદ્ધિક્યોગ ન હોય તો વૈક્રિયદ્ધિકયોગ કેવી રીતે હોય ? કારણ કે તે પણ લબ્ધિસ્વરૂપ હોઈ તેની વિદુર્વણા કરતાં પ્રમાદ તો આવે જ છે.
ઉત્તર :- શ્રેણી સંબંધી ઉપશમમાં વૈક્રિયદ્ધિક યોગ પણ પ્રમાદ હોવાથી મનુષ્યગતિમાં સંભવતો નથી. પણ અગિયારમે ગુણઠાણે ગયેલા જે જીવો છે. તેમાં જે ભવક્ષયે મરીને અનુત્તરમાં (અથવા વૈમાનિકમાં) જનારા છે. તેઓને વિગ્રહગતિમાં અને ઉત્પત્તિના પ્રથમ સમયે કાર્મા, અને બીજા સમયથી અપર્યાપ્તાવસ્થામાં વૈક્રિયમિશ્રયોગ ઘટે છે. જે આચાર્યો ઉપશમશ્રેણીથી મરીને ઉપશમસમ્યકત્વ લઈને અનુત્તરમાં (અથવા વૈમાનિકમાં) જીવ જાય છે. એમ માને છે. તેમના મતે આ સંભવે છે. તથા પર્યાપ્તાવસ્થામાં દેવ-નરકના ભવમાં નવું પ્રાથમિક ઉપશમસમ્યક્ત્વ પામી શકે છે અને તે કાલે વૈક્રિય કાયયોગ પણ ઘટે છે. આ રીતે ઉપશમમાં કાશ્મણ તથા વૈક્રિયદ્ધિક યોગ સંભવે છે. જે આચાર્યો અગિયારમેથી મરી અનુત્તરમાં અથવા વૈમાનિકમાં જનારા જીવને સમ્યકત્વમોહનીયનો ઉદય થવાથી ક્ષયોપશમ થાય છે એમ માને છે અથવા અગિયારમેથી મરી અનુત્તરમાં જનારા જીવને ક્ષાયિક જ હોય છે એમ માને છે. તેઓના મતે ઉપશમસમ્યકત્વમાં કાર્પણ અને વૈક્રિયમિશ્રયોગ સંભવતો નથી. પરંતુ કર્મગ્રંથકારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org