Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૪૮
(त्र्यज्ञानं द्विदर्शनमादिमद्विके, अविरते देशे च ज्ञानदर्शनत्रिकम् । તે મિશે મિશ્રા: સમન:પર્યવા થતાંતિષ વદિમત્તેદિ. || ૪૮ I)
શબ્દાર્થ તિના ત્રણ અજ્ઞાન,
તે ઉપરોક્ત છ ઉપયોગ, કુવંસક બે દર્શન,
મીસિ મિશ્રગુણઠાણે, ગામો - પ્રથમના બે ગુણઠાણે, મીસા- અજ્ઞાનથી મિશ્રિત હોય છે. મનડું = અવિરતિએ અને સમળા= મન:પર્યવસહિત,
દેશવિરતિમાં, ગાડું= પ્રમત્તાદિમાં, નાગવંતિi= ત્રણ જ્ઞાન અને | વહુ = કેવલદ્ધિક,
ત્રણ દર્શન, મંતકુળ= છેલ્લાં બે ગુણઠાણામાં. ગાથાર્થ = પ્રથમનાં બે ગુણઠાણામાં ત્રણ અજ્ઞાન અને બે દર્શન હોય છે. ચોથા અવિરતિગુણઠાણે અને પાંચમા દેશવિરતિગુણઠાણે ત્રણજ્ઞાન અને ત્રણ દર્શન હોય છે. આ જ છે ઉપયોગ મિશ્રગુણઠાણે અજ્ઞાનથી મિશ્ર હોય છે. પ્રમત્તાદિ સાત ગુણઠાણામાં આ છ ઉપયોગ મન:પર્યવસહિત (૭) હોય છે. અને અન્તિમ બે ગુણઠાણામાં કેવલદ્ધિક હોય છે. તે ૪૮
વિવેચન = ચૌદ ગુણસ્થાનકમાં યોગ કહીને હવે એ જ ચૌદ ગુણસ્થાનકમાં ઉપયોગ સમજાવે છે. ત્યાં પહેલા મિથ્યાત્વગુણઠાણે અને બીજા સાસ્વાદનગુણઠાણે ત્રણ અજ્ઞાન અને ચક્ષુ-અચક્ષુ બે દર્શન એમ કુલ પાંચ ઉપયોગ હોય છે. અહીં સમ્યકત્વ-સંયમ અને ક્ષાવિકભાવ ન હોવાથી મતિજ્ઞાનાદિ શેષ ઉપયોગો હોતા નથી. જો કે અવધિદર્શન વિભંગશાનવાળાને સંભવે છે, તો પણ તે સિદ્ધાન્તકારનો અભિપ્રાય છે. કર્મગ્રંથકાર તો અવધિદર્શન ૪થી૧૨ ગુણઠાણામાં માને છે. તેથી પહેલે-બીજે ગુણઠાણે અવધિદર્શન કહ્યું નથી. અને પાંચ જ ઉપયોગ કહ્યા છે.
અવિરતિસમ્યગ્દષ્ટિ નામના ચોથા ગુણઠાણે અને દેશવિરતિ નામના પાંચમા ગુણઠાણે મતિ-શ્રુતિ-અવધિ એમ ત્રણ જ્ઞાન અને ચક્ષુ-અચક્ષુ અવધિ એમ ત્રણ દર્શન કુલ છ ઉપયોગ હોય છે. સમ્યકત્વ હોવાથી જ્ઞાન જ હોય છે. અજ્ઞાન હોતાં નથી તથા સંયમ ન હોવાથી પ્રશ્નપર્યવજ્ઞાન નથી. અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org