Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૫૧
પ્રશ્ન પ્રાચીન કર્મગ્રંથકાર કે તેમના માર્ગને અનુસાર અર્વાચીન કર્મગ્રંથકાર શ્રી દેવેન્દ્રસૂરિજી સિદ્ધાન્તના અભિપ્રાયથી જુદા ચાલે તો શું મિથ્યાત્વ ન લાગે ? સિદ્ધાન્તની શું અવગણના કરી ન કહેવાય?
ઉત્તર અહીં અવગણના પણ નથી. મતભેદ પણ નથી. પરંતુ વિવક્ષાભેદ માત્ર છે. એકની એક વાત વિવક્ષા જુદી જુદી કરવાથી જુદી પડે છે. જેમ કે ‘અમદાવાદથી સુરત જતો મનુષ્ય અમદાવાદની અપેક્ષાએ જતો (ગમનશીલ) કહેવાય છે અને એ જ મનુષ્ય સુરતની અપેક્ષાએ આવતો (આગમનશીલ) કહેવાય છે, હવે કહો કે આ બેમાં સાચું શું ? અને ખોટું શું? તેમ સમ્યક્ત્વથી પડીને મિથ્યાત્વે જતો જીવ ાસ્વાદન આવે ત્યારે સમ્યક્ત્વથી આવ્યો છે માટે જ્ઞાની છે એમ સિદ્ધાન્તકાર કહે છે. અને મિથ્યાત્વાભિમુખ છે માટે અજ્ઞાની છે એમ કર્મગ્રંથકાર કહે છે. આ રીતે માત્ર વિવક્ષાભેદ છે. કહેવા-કહેવાની રીત જુદી છે. આ વાત વિષય સમજવાથી બરાબર સમજાશે. વળી દેવેન્દ્રસૂરિજીએ તો આ નવા કર્મગ્રંથો બનાવ્યા છે. એટલે તેઓને તો પ્રાચીન કર્મગ્રંથકારોની જ વિવક્ષાને પ્રધાનપદ આપવું જોઈએ. અને એમ જ કર્યું છે. માટે અહીં અલ્પ પણ સંદેહ ન કરવો.
(૧) સિદ્ધાન્તકારોની દૃષ્ટિએ સાસ્વાદનગુણઠાણે જ્ઞાન કહેવાય છે. કર્મગ્રંથકારોની દૃષ્ટિએ અજ્ઞાન કહેવાય છે. સિદ્ધાન્તકારની વિવક્ષા એવી છે કે સાસ્વાદનસમ્યગ્દષ્ટિ આવું આ ગુણસ્થાનકનું નામ છે. તે નામમાં “સમ્યગ્દષ્ટિ” શબ્દ ભળેલો છે. પરંતુ મિથ્યાર્દષ્ટિ શબ્દ ભળેલો નથી. તથા આ ગુણસ્થાનક ઉપશમસમ્યક્ત્વની શુદ્ધ કરેલી ભૂમિમાં જ અન્તિમ છ આવલિકામાં આવે છે. તે ભૂમિકા સમ્યક્ત્વના કાળવાળી છે. પરંતુ મિથ્યાત્વના કાળવાળી નથી. તથા તે સાસ્વાદનકાળે અનંતાનુબંધિનો ઉદય ભળે છે. અને તેથી સમ વી પણ દે છે. છતાં મિથ્યાત્વમોહનીયનો હજુ ઉદય નથી. તેથી મિથ્યાજ્ઞાન ન કહેવાય. પરંતુ મલીન આસ્વાદનવાળું જેમ સમ્યક્ત્વ જ કહેવાય છે. તેમ મલીન એવું પણ જ્ઞાન કહેવું જોઈએ. આવી પૂર્વપર્યાયની અપેક્ષાએ આ વિવક્ષા છે. જ્યારે કર્મગ્રંથકારોની ઉત્તરપર્યાય તરફની વિવક્ષા છે. કે પડતો જીવ પડ્યો કહેવાય. કરતા કાર્યને કર્યું કહેવાય તેમ આ જીવ મિથ્યાત્વાભિમુખ હોવાથી મિથ્યાજ્ઞાનવાળો કહેવાય. તેથી અજ્ઞાન કહ્યાં છે. આમ માત્ર વિવક્ષાભેદ જાણવો. મતાન્તર કે અવગણના ન સમજવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org