Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
सासणभावे नाणं विउव्वाहारगे उरलमिस्सं । नेगिंदिसु सासाणो, नेहाहिगयं सुयमयं पि ॥ ४९ ॥ (सास्वादनभावे ज्ञानं वैक्रियाहारके औदारिकमिश्रम् । नैकेन्द्रियेषु सास्वादनो नेहाधिकृतं श्रुतमतमपि ॥ ४९ ॥ ) શબ્દાર્થ
સાસળમાવે= સાસ્વાદનગુણઠાણે, નાળ= જ્ઞાન હોય છે. વિનવ્યાહારો-વૈક્રિય અને
આહારક વખતે
૩રતમિસ્તું = ઔદારિકમિશ્રયોગ
હોય છે. અને
૧૫૦
ન વિસુ સાસાળો એકેન્દ્રિયમાં
Jain Education International
સાસ્વાદન સંભવતું નથી. ન હૈં અહિળયં=અહીં સ્વીકારાયું નથી. સુર્યમય પિશાસ્ત્રમાં કહ્યું હોવા છતાં પણ.
ગાથાર્થ : સાસ્વાદનગુણસ્થાનકે જ્ઞાન, વૈક્રિય અને આહારકકાળે ઔદારિક મિશ્ર, તથા એકેન્દ્રિયમાં સાસ્વાદનનું ન હોવું. આ ત્રણ બાબતો સિદ્ધાન્તકારને માન્ય હોવા છતાં અહીં કર્મગ્રંથમાં સ્વીકારાઈ નથી. ૫૪૯૫
વિવેચન = આ કર્મગ્રંથોમાં જ્યાં જ્યાં સિદ્ધાન્તકાર એમ શબ્દ આવે ત્યાં ત્યાં પદ્મવણાસૂત્ર, ભગવતીસૂત્ર અને જીવાભિગમસૂત્રકાર એવો અર્થ કરવો. એટલે કે અગિયાર અંગ અને બાર ઉપાંગના જે કર્તા તે સિદ્ધાન્તકાર કહેવાય છે અને જ્યાં જ્યાં કર્મગ્રંથકાર શબ્દ આવે ત્યાં આ. દેવેન્દ્રસૂરિજી મહારાજના રચાયેલા કર્મગ્રંથોની પૂર્વે જે કર્મગ્રંથો રચાયેલા છે જેને પ્રાચીનકર્મગ્રંથો કહેવાય છે. તેઓનો જે મત તે કર્મગ્રંથકારનો મત કહેવાય છે. પ્રાચીન કર્મગ્રંથોમાં પ્રથમ કર્મગ્રંથ ગર્ગર્દિનામનાઋષિકૃત છે. બીજા-ત્રીજા કર્મગ્રંથના કર્તાનું નામ અનુપલબ્ધ છે. ચોથા કર્મગ્રંથના કર્તા જિનવલ્લભગણિ છે અને પાંચમા કર્મગ્રંથના કર્તા (કમ્મપયડિકાર) શ્રી શિવશર્મસૂરિજી મહારાજ છે. દેવેન્દ્રસૂરિજી મહારાજે આ કર્મગ્રંથોમાં લખાયેલા વિષયોને જ નવા કર્મગ્રંથોમાં બાલજીવોને સમજાય તેમ સરળ રીતે સમજાવ્યા છે. તેથી પ્રાયઃ તેઓ પૂર્વના કર્મગ્રંથકારના અભિપ્રાયે જ ચાલ્યા છે. પરંતુ સિદ્ધાન્તકારના અભિપ્રાયે ચાલ્યા નથી. તેથી કોઈ કોઈ બાબતમાં વિવક્ષા જુદી પડે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org