Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૦૬ મન અને વચનના ચાર-ચાર યોગો પૈકી “અસત્ય અને સત્યાસત્ય એ બે-બે વચ્ચેના યોગ કેમ ઘટે ? આ જીવો તો સત્ય જ વિચારે અને બોલે, અને વ્યવહારવિષયક અસત્યામૃષા વિચારે અને બોલે, તેથી કેવલીની જેમ પહેલા-છેલ્લો ભેદ જ હોવા જોઈએ ? - ઉત્તર :- અપ્રમત્ત અને સતત જાગૃત હોવા છતાં પણ છવસ્થ હોવાથી જ્ઞાનાવરણીય કર્મના ઉદયવાળા છે. તેથી પૂર્ણજ્ઞાનનો અભાવ હોવાથી તથા છબસ્થતાના કારણે અનાભોગ દશાના લીધે અસત્યાદિ યોગો પણ સંભવે છે. જ્યારે કેવલી ભગવાન તો ક્ષાવિકભાવવાળા હોવાથી પૂર્ણજ્ઞાની છે. માટે ત્યાં અસત્યાદિ યોગ નથી. એમ સ્વયં જાણી લેવું.
સમ્યકત્વમાર્ગણાના છ ભેદમાં મિશ્રમાર્ગણામાં વૈક્રિયકાયયોગ સહિત ઉપરોક્ત નવ, એમ કુલ ૧૦ યોગ હોય છે. “તે સમછો પાડું વિં" આવો શાસ્ત્રાદેશ હોવાથી મિશ્ન મૃત્યુ નથી, મૃત્યુ વિના અપર્યાપ્તાવસ્થા નથી. તેથી અપર્યાપ્તાવસ્થાભાવી કાર્મણ, ઔ. મિ, અને વૈ. મિ, એમ ત્રણ યોગ નથી. તથા છઠ્ઠ ગુણસ્થાનક અને ચૌદપૂર્વનો અભ્યાસ ન હોવાથી આહારક અને આહા. મિશ્રકાયયોગ પણ નથી. દેવ-નારકીને પર્યાપ્ત અવસ્થામાં વૈક્રિયકાયયોગ, અને મનુષ્ય-તિર્યંચોને દારિક કાયયોગ હોય છે. અને ચારે ગતિમાં પર્યાપ્તાને મન-વચનના ચાર ચાર ભેદ હોય છે. એમ કુલ ૧૦ યોગી ઘટે છે.
પ્રશ્ન :- મિશ્રમાર્ગણામાં અપર્યાપ્તાવસ્થા ન હોવાથી દેવ-નારકીને અપર્યાપ્ત અવસ્થામાં જે વૈક્રિયમિશ્રયોગ હોય છે. તે ભલે ન હો. પરંતુ વૈક્રિયલબ્ધિવાળા મનુષ્ય-તિર્યંચોને વૈક્રિયની વિકર્વણા કરતાં પર્યાપ્તાવસ્થા હોવાથી મિશ્રનો સંભવ છે. તો તે કાળે વૈક્રિયમિશ્ર યોગ હોઈ શકે છે તે કેમ લેવામાં નથી આવ્યો ?
ઉત્તર - તે મનુષ્ય તિર્યંચોમાં વૈક્રિયલબ્ધિ હોવા છતાં પણ જ્યારે મિશ્ર ગુણસ્થાનક વર્તતું હોય છે ત્યારે વૈક્રિયની રચનાનો સંભવ નથી. એમ આ વિધાનથી સમજાય છે. જો વૈક્રિયશરીરની રચના કરતા હોત તો પૂર્વના આચાર્યો ત્રીજે ગુણઠાણે આગળનાં શાસ્ત્રોમાં વૈક્રિયમિશ્રયોગ લખત. પરંતુ પૂર્વાચાર્યોએ ક્યાંય કહ્યો નથી. તેથી સમજાય છે કે ત્રીજું ગુણસ્થાનક હોય ત્યારે હૈ કેયરચના કરતા નહીં હોય. તેથી અમે પણ આ ગાથામાં તે યોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org