Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૪પ અને કેવલીસમુઘાતમાં હોય છે. તે કાલે આ ગુણસ્થાનક સંભવતાં નથી. તેથી ૪+૨=૬ યોગ વિના શેષ ૯ યોગ આ પાંચ ગુણઠાણે હોય છે.
મિશ્રગુણઠાણે આ જ નવ યોગ વૈક્રિયકાય સાથે મળી કુલ ૧૦ યોગ હોય છે. મિશ્રગુણસ્થાનક સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત અવસ્થામાં જ આવતું હોવાથી ચાર મનના, ચાર વચનના એમ આઠ યોગ તો ચારગતિના પંચેન્દ્રિય પર્યાપ્તાને હોય છે. ઔદારિક કાયયોગ પર્યાપ્તા તિર્યંચ મનુષ્યને, અને વૈક્રિયકાયયોગ પર્યાપ્તા દેવ-નારકીને હોય છે. કારણ કે પર્યાપ્તાવસ્થામાં જેમ મનુષ્ય-તિર્યંચો મિશ્રગુણસ્થાનક પામી શકે છે. તેમ દેવ-નારકી પણ મિશ્ર ગુણસ્થાનક પામી શકે છે. આ રીતે ૧૦ યોગ સંભવે છે શેષ પાંચ યોગ સંભવતા નથી. ત્યાં આહારકકાયયોગ અને આહારકમિશ્ર કાયયોગ મિશ્ર ચૌદપૂર્વના અધિગમનો અભાવ હોવાથી સંભવતા નથી. અને કાશ્મણ, ઔદારિકમિશ્ર તથા વૈક્રિયમિશ્ર વિગ્રહગતિ અને અપર્યાપ્તાવસ્થા-ભાવી છે. તે કાળે મિશ્રગુણસ્થાનક સંભવતું નથી.
પ્રશ્ન- દેવ-નારકીને અપર્યાપ્તાવસ્થામાં જે વૈક્રિયમિશ્ર કાયયોગ છે. તે મિથે ભલે ન સંભવે. કારણ કે અપર્યાપ્તાવસ્થામાં મિશ્ર પામી શકાતું નથી. મિશ્રગુણસ્થાનક લઇને અન્ય ભવમાં જવાતું નથી. પરંતુ વૈક્રિયલબ્ધિવાળા તિર્યંચ અને મનુષ્યો પર્યાપ્તાવસ્થામાં વૈક્રિયની રચના પણ કરે છે. અને પર્યાપ્તાવસ્થા હોવાથી મિશ્ર ગુણસ્થાનક પણ પામી શકે છે. તો તેના પ્રાંરભકાલે જે વૈક્રિયમિશ્રકાયયોગ હોય છે. તેને આશ્રયી મિશ્રગુણઠાણે વૈક્રિય મિશ્રકાયયોગ કહેવો જોઈએ. તે કેમ કહ્યો નથી !
ઉત્તર - અહીં મિશ્રગુણઠાણે ૧૦ યોગનું જ વિધાન હોવાથી અને વૈક્રિય મિશ્રયોગ તેમાં ન કહ્યો હોવાથી આવા પ્રકારના આ વિધાનાત્મક વચનબલથી જ એમ જણાય છે કે મિશ્રગુણઠાણે વર્તતા લબ્ધિવાળા તિર્યંચ-મનુષ્યો પણ વૈક્રિય-રચનાનો આરંભ કરતા નથી. (જો કરતા હોત તો વૈક્રિયમિશ્ર લખત). તથા આ ગાથાની સ્વોપજ્ઞટીકામાં તો એમ પણ લખ્યું છે કે અન્ય પણ કોઈ કારણથી અહીં વૈક્રિયમિશ્રયોગ કહ્યો નથી તે તેવા પ્રકારનો ગુરુગમ આ કાળે ન હોવાથી સમજાતું નથી. તે પાઠ આ પ્રમાણે છે. ૩તે તેષાં. वैक्रियकरणासम्भवात्, अन्यतो वा यतः कुतश्चित् कारणात्पूर्वाचार्यै भ्युपगम्यते
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org