Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૪૪
પુત્રપોક અપૂર્વકરણાદિ પાંચમાં ! વિડવ્ય= વૈક્તિ કાયયોગ સહિત, ૩= વળી
નસિક મિશ્ર, મળવફરë= મનયોગ, વચનયોગ વિડવ્યકુશ= વૈક્રિયદ્ધિકસહિત,
અને ઔદારિકકાયયોગ, | ફેસે= દેશવિરતિએ. ગાથાર્થ = મિથ્યાત્વે સાસ્વાદને તથા અવિરતિગુણઠાણે આહારકદ્ધિક વિના શેષ ૧૩ યોગ હોય છે. અપૂર્વકરણાદિ પાંચગુણસ્થાનકોમાં મનના ચાર, વચનના ચાર, અને ઔદારિક એમ નવયોગ હોય છે. મિશ્ર માર્ગણામાં વૈક્રિયસહિત દશ યોગ હોય છે. અને દેશવિરતિમાં વૈક્રિયદ્ધિક સહિત અગિયાર યોગ હોય છે. તે ૪૬ છે
વિવેચન = મિથ્યાત્વ, સાસ્વાદન અને અવિરતસમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક એમ ત્રણ ગુણસ્થાનકોમાં આહારકકાયયોગ અને આહારક મિશ્રકાયયોગ વિના બાકીના તેર યોગ હોય છે. ત્યાં પર્યાપ્તાવસ્થામાં આ ત્રણ ગુણઠાણે વર્તતા જીવોને મનના ચાર અને વચનના ચાર યોગ હોય છે. દેવ-નારકીને વૈક્રિયકાયયોગ અને મનુષ્ય-તિર્યંચોને ઔદારિકકાયયોગ હોય છે. તથા આ ત્રણ ગુણસ્થાનકો સાથે જીવ મૃત્યુ પામી પરભવમાં જઈ શકે છે. જેથી દેવનારકમાં જતાં કાર્પણ અને વૈક્રિયમિશ્ર હોય છે તથા મનુષ્ય-તિર્યંચમાં જતાં કાર્પણ અને ઔદારિકમિશ્ર હોય છે. એમ કુલ તેર યોગ ઘટે છે. પરંતુ આહારક અને આહારકમિશ્ર યોગ આ ત્રણ ગુણઠાણે સંભવતા નથી. કારણ કે આહારકની રચના છકે ગુણઠાણે પૂર્વધરમુનિઓ જ કરે છે. અહીં ચૌદપૂર્વધરતા સંભવતી નથી. કારણ કે વિરતિ પણ નથી. કહ્યું છે કે "आहारगदुगं जायइ चउदस-पुव्विस्स" इति। तथा शुभं विशुद्धमव्याघाति વાહારવં ચતુર્દશપૂર્વધરશૈવ તત્ત્વાર્થસૂત્ર ઈત્યાદિ.
અપુર્વકરણથી ક્ષીણમાહ સુધીના શ્રેણીસંબંધી કુલ પાંચ ગુણસ્થાનકોમાં ચાર મનના ચાર વચનના અને ઔદારિકકાયયોગ એમ કુલ નવ યોગ હોય છે. શ્રેણીમાં વર્તતા જીવો અતિશય વિશુદ્ધ હોવાથી વૈક્રિય અને આહારક (લબ્ધિ હોય તો પણ) વિકુર્વણા કરતા નથી. કારણ કે અન્ય શરીરની રચના કરવી તે સુક્યતા હોવાથી પ્રમાદ છે. અને અહીં પ્રમાદ સંભવે નહીં. તેથી વૈક્રિય અને આહારકના ચાર યોગ ન હોય. ઔદારિકમિશ્ર અને કાર્પણ અપર્યાપ્તાવસ્થામાં વિગ્રહગતિમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org