Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૪૨
ગાથાર્થ મિથ્યાત્વગુણઠાણે સર્વ જીવભેદ હોય છે. સાસ્વાદને પાંચ અપર્યાપ્તા અને સંક્ષિદ્ધિક એમ કુલ સાત જીવભેદ હોય છે અવિરત સમ્યÒ બે પ્રકારના સંશિ જીવભેદ હોય છે. બાકીના ગુણસ્થાનકમાં એક સંક્ષી પર્યાપ્ત હોય છે. ! ૪૫ ॥
=
=
વિવેચન ચૌદ ગુણસ્થાનકોમાં કયા કયા ગુણસ્થાનકે કેટલા કેટલા જીવભેદ હોય ? તે સમજાવે છે. મિથ્યાર્દષ્ટિ ગુણસ્થાનકે ચૌદ જીવસ્થાનક હોય છે. કારણ કે ચૌદે જીવસ્થાનકોમાં પ્રથમ ગુણસ્થાનક સંભવે છે.
સાસ્વાદને (સૂક્ષ્મ અપર્યાપ્તા વિના શેષ) પાંચ અપર્યાપ્તા અને સંશી પંચેન્દ્રિય અપર્યાપ્તા-પર્યાપ્તા એમ કુલ સાત જીવભેદ સંભવે છે. અહીં સંશી અપર્યાપ્તા સાથે છએ અપર્યાપ્તા તે કરણ અપર્યાપ્તા જ જાણવા. કારણ કે અપર્યાપ્તાવસ્થામાં સાસ્વાદન પારભવિક જ હોય છે અને સાસ્વાદન લઈને પરભવથી આવનારા લબ્ધિ અપર્યાપ્તામાં ઉત્પન્ન થતા નથી. સર્વે લબ્ધિ અપર્યાપ્તા નિકટમાં જ મૃત્યુ પામવાના સ્વભાવવાળા હોવાથી અશુધ્ધ પરિણામવાળા છે. જ્યારે સાસ્વાદનવાળા ઉપશમથી પતનાભિમુખ હોવાથી અશુધ્ધ હોવા છતાં સમ્યક્ત્વના મલીન આસ્વાદવાળી ભૂમિકા હોવાથી કંઈક અંશમાત્ર વિશુધ્ધ પણ છે. તેથી લબ્ધિ અપર્યાપ્તામાં જન્મતા નથી. સંશી પંચેન્દ્રિય પર્યાપ્તો જીવ તો ગ્રંથિભેદ કરી ઉપશમ પામી, અથવા શ્રેણી સંબંધી ઉપશમ પામી પડીને સાસ્વાદને આવી શકે છે. આ રીતે સાસ્વાદને સાત જીવભેદ ઘટે છે.
અવિરત સૈયદૃષ્ટિ નામના ચોથા ગુણઠાણે સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે જીવભેદ સંભવે છે. કારણ કે પર્યાપ્ત અવસ્થામાં તો ત્રણે પ્રકારનું સમ્યક્ત્વ નવું પ્રાપ્ત કરી શકાય છે. અને અપર્યાપ્તાવસ્થામાં તીર્થંકરાદિના જીવો ૫૨ભવથી સમ્યક્ત્વ સહિત જ ગર્ભમાં આવે છે. તથા શ્રેણિકરાજાની જેમ સમ્યક્ત્વ સહિત જીવો નરક અને દેવમાં પણ ઉત્પન્ન થાય છે. તેથી દ્વિવિધ સંજ્ઞીજીવભેદ હોય છે અહીં પણ કરણ અપર્યાપ્ત જ સમજવો. લબ્ધિઅપર્યાપ્તામાં તથાવિધવિશુદ્ધિ ન હોવાથી સમ્યગ્દષ્ટિ જીવો સમ્યક્ત્વ સાથે ત્યાં જન્મતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org