Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૩૧
મતિવાળા અને શ્રુતવાળા સમાન છે. કારણ કે જ્યાં મતિ ત્યાં શ્રુત અને જ્યાં શ્રુત ત્યાં મતિ અવશ્ય હોય જ છે. મતિજ્ઞાનાવરણ અને શ્રુતજ્ઞાનાવરણનો ક્ષયોપશમ સાથે જ હોય છે. માટે લબ્ધિ આશ્રયી સમાન જાણવું. શાસ્ત્રમાં કહ્યું छे " जत्थ मइनाणं तत्थ सुयनाणं, जत्थ सुयनाणं तत्थ मइनाणं दोवि एयाई અનુન્નમનુ'યારૂં તિ'' મતિ-શ્રુતજ્ઞાનવાળા જીવો કરતાં વિભંગજ્ઞાનવાળા જીવો અસંખ્યાતગુણા છે. કારણ કે મતિ-શ્રુતજ્ઞાન ભલે ચારે ગતિના સંજ્ઞી પંચેન્દ્રિયમાં હોય. તો પણ તે સમ્યગ્દષ્ટિને જ હોય છે. જ્યારે વિભંગજ્ઞાનવાળા મિથ્યાદષ્ટિ દેવો અને નારકી તેના કરતાં અસંખ્યાતગુણા છે. તેથી વિભંગજ્ઞાનવાળા અસંખ્યાતગુણા છે. ॥ ૪૦ ॥
केवलिणो णंतगुणा, मइसुयअन्नाणि णंतगुण तुल्ला । सुहुमा थोवा परिहार, संख अहक्खाय संखगुणा ॥ ४१ ॥ (केवलिनो ऽनंतगुणा, मतिश्रुताज्ञानिनो ऽनंतगुणास्तुल्याः । सूक्ष्मास्स्तोकाः परिहारास्संख्यातगुणा यथाख्यातास्संख्यातगुणाः ॥ ४१ ॥ )
વૃત્તિળો- કેવલજ્ઞાનવાળા, અનંતનુન- અનંતગુણા છે. મસુત્ર અનાળિ= મતિ-શ્રુત
અજ્ઞાનવાળા,
અનંતનુળ= અનંતગુણા છે. અને તુલ્તા= માંહોમાંહે તુલ્ય છે.
શબ્દાર્થ
સુહુના થોવા= સૂક્ષ્મસં૫રાયવાળા થોડા છે.
Jain Education International
પરિહાર સંશ્ર્વ- પરિહારવાળા સંખ્યાતગુણા છે.
મહવવાય- યથાખ્યાતવાળા
સંઘનુળા= સંખ્યાતગુણા છે.
ગાથાર્થ- તેના કરતાં કેવલજ્ઞાનવાળા જીવો અનંતગુણા છે. તેના કરતાં મતિ-શ્રુત અજ્ઞાનવાળા જીવો અનંતગુણા અને પરસ્પર તુલ્ય છે. સૂક્ષ્મસં૫રાયવાળા થોડા, પરિહારવિશુદ્ધિવાળા સંખ્યાતગુણા, અને યથાખ્યાતવાળા તેનાથી પણ સંખ્યાતગુણા છે. ૫ ૪૧ ॥
વિવેચન- ચાલીસમી ગાથામાં છેલ્લા કહેલા વિભંગજ્ઞાનવાળા જીવો કરતાં કેવલજ્ઞાનવાળા જીવો અનંતગુણા છે. આ વિધાન મોક્ષમાં ગયેલા
For Private & Personal Use Only
www.jainelibrary.org