Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૩૨
અનંતજીવોની સંખ્યાની અપેક્ષાએ છે. પરંતુ શરીરસ્થ કેવલીને આશ્રયી નથી. કારણ કે શરીરસ્થ કેવલી તો સંખ્યાતા જ હોય છે. કેવલજ્ઞાનવાળા જીવો કરતાં મતિ-શ્રુત અજ્ઞાનવાળા જીવો અનંતગુણા છે. કારણ કે એકેન્દ્રિય જીવો મતિશ્રુત અજ્ઞાનવાળા છે અને તે અનંતાનંત છે. આ પ્રમાણે જ્ઞાનમાર્ગણાનું અલ્પબહુત્વ કહીને હવે ચારિત્રમાર્ગણામાં અલ્પબદુત્વ સમજાવે છે.
સૂક્ષ્મ સંપરા ચારિત્રવાળા જીવો બીજા ચારિત્રવાળા જીવો કરતાં અલ્પ છે. કારણ કે ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણીમાં આરોહણ કરતા અને અગિયારમેથી અવરોહણ કરતા જીવો જ આ ચારિત્રમાં હોય છે. તે પણ અંતર્મુહૂર્ત માત્ર કાળ હોવાથી નવા જીવો આવે ત્યાં સુધીમાં તો જુના તુરત નીકળી જાય છે. જેથી ત્યાં વર્તતા જીવોની સંખ્યા ઘણી થતી નથી. વધુમાં વધુ શતપૃથકત્વ જીવો હોય છે. અહીં પૃથકત્વશબ્દ સર્વસ્થાને બેથી નવની સંખ્યાનો સૂચક છે. એટલે ૨૦૦ થી ૯૦૦ સુધીના જીવો સૂક્ષ્મસંપરામાં જાણવા. તેનાથી પરિવાર વિશુદ્ધિવાળા જીવો સંખ્યાતગુણા છે. કારણ કે તે સહસપૃથકત્વ એટલે કે બે હજારથી નવ હજાર સુધી જાણવા. તે પરિહારવિશુદ્ધિનો કાળ અઢાર માસનો છે. માટે જીવો પણ સૂક્ષ્મસંપાયથી અધિક છે. તેના કરતાં યથાખ્યાતવાળા સંખ્યાતગુણા છે, કારણ કે તે કોટિપૃથકૃત્વ એટલે કે બે કોટિથી નવ કોટિ સુધી હોય છે. તેનું કારણ કેવલીપણાનો વિહરમાનકાલ દેશોન પૂર્વક્રોડ વર્ષ છે. જેનો કાળ વધારે તેની સંખ્યા પ્રાયઃ વધારે હોય છે. કારણ કે કાળ દીર્ઘ હોવાથી ભિન્ન ભિન્ન સમયમાં પ્રવેશ પામેલા જીવોનો ઘણો સમૂહ મળી શકે છે. તેથી ઉપરોક્ત અલ્પબદુત્વ સંભવે છે. પ૪ના छेय समइय संखा, देस असंखगुण णंतगुणा अजया । . थोव असंख दुणंता, ओहि नयण केवल अचक्खु ॥ ४२ ॥ (छेदसामायिकाः संख्येयगुणा, देशा असंख्येयगुणा अनंतगुणा अयताः । स्तोका असंख्येया द्वौ अनंतगुणौ,अवधिनयन केवलाचक्षुर्दर्शनिनः ॥४२॥)
શબ્દાર્થ છે - છેદોપસ્થાપનીયવાલા, | ફેસ- દેશવિરતિવાળા, સમયઃ સામાયિકવાળા,
અસંgTM = અસંખ્યાતગુણા, સંવા= સંખ્યાતગુણા છે.
તાળાં = અનંતગુણા અવિરતિ માયા = ચારિત્રવાળા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org