Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૩૪
હોય છે. પરંતુ અન્ય દર્શનોવાળા કરતાં આ જીવો સંખ્યામાં બહુ જ અલ્પ છે. તેના કરતાં ચક્ષુદર્શનવાળા અસંખ્યાતગુણા છે. કારણ કે સમ્યગ્દષ્ટિ તથા મિથ્યાદષ્ટિ દેવ-નારકી પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્યોને સર્વેને હોય છે તથા પર્યાપ્તા ચઉરિન્દ્રિયને પણ હોય છે. તેથી તેની સંખ્યા અસંખ્યાતગુણી છે તેના કરતાં કેવલદર્શની અને અચસુદર્શની ક્રમશઃ બને અનંતગુણા છે. કારણ કે કેવલદર્શનવાળામાં સિદ્ધોની સંખ્યા આવે છે અને તે અનંતા છે અચક્ષુદર્શનવાળામાં વનસ્પતિકાયના સર્વે જીવો આવે છે અને તે અનંતાનંત છે. તેથી ચક્ષુ કરતાં કેવલી અને કેવલી કરતાં અચક્ષુવાળા જીવો અનંતગુણા ઘટી શકે છે જરા पच्छाणुपुव्वि लेसा , थोवा दो संख णंत दो अहिया । अभवियर थोव णंता, सासण थोवोवसम संखा ॥ ४३ ॥ (पश्चानुपूर्व्या लेश्याः, स्तोका द्वौ संख्यातगुणौ, अनन्ता द्वावधिकौ । अभव्येतरास्स्तोका अनन्ताः,सास्वादनास्स्तोका उपशमासंख्येयगुणाः॥४३॥)
શબ્દાર્થ પછાપુંલ્વિક પશ્ચાનુપૂર્વીએ. | કવિયર અભવ્ય અને ભવ્ય. નેતા= છ લેશ્યાઓ,
થવ પતા= થોડા છે અને અનંતગુણ છે થોવા = થોડા છે.
સાસપાત્ર સાસ્વાદની તો સંd- બે સંખ્યાતગુણા છે. 1 થવથોડા છે. વંત- અનંતગુણા. તો અહિયા= બે અધિક છે. | વસમસંવા-ઉપશમવાળા સંખ્યાતગુણા છે.
ગાથાર્થ ઃ છ એ વેશ્યાઓ પશ્ચાનુપૂર્વીએ લેવી. ત્યાં થોડા, બેમાં સંખ્યાતગુણા, એકમાં અનંતગુણ અને છેલ્લી બેમાં અધિક અધિક જીવો છે. અભવ્ય થોડા અને ભવ્યો અનંતગુણા છે. સાસ્વાદનવાળા થોડા અને ઉપશમવાળા સંખ્યાતગુણા છે છે ૪૩ છે
વિવેચન = હવે વેશ્યા દ્વારમાં અલ્પબદુત્વ કહે છે. કૃષ્ણાદિ છે લેશ્યામાં અહીં કહેવાતું અલ્પબદુત્વ પશ્ચાનુપૂર્વી લેવું. એટલે કે શુક્લલેશ્યાથી શરૂ કરીને કૃષ્ણલેશ્યા તરફ કહેવું. થોવા= શુલલેશ્યાવાળા જીવો સૌથી થોડા છે. કારણ કે લાન્તક નામના છઠ્ઠા દેવલોકથી ઉપરના સર્વે દેવોમાં તથા કર્મભૂમિમાં જન્મેલા કેટલાક પંચેન્દ્રિય તિર્યય અને મનુષ્યોમાં જ શુકલલેશ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org