Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૩૮ ગાથાર્થ = (ઉપશમ સમ્યકત્વ કરતાં) મિશ્ર સંખ્યાતગુણા, ક્ષયોપશમવાળા અસંખ્યાતગુણા, ક્ષાયિક અને મિથ્યાત્વી એમ બે પ્રકારના અનંતગુણા જાણવા. સંજ્ઞી થોડા છે. અસંજ્ઞી અનંતગુણા છે. અણાહારી થોડા છે. અને આહારી તેના કરતાં અસંખ્યાત ગુણા છે. ૪૪ છે
વિવેચન = ઉપશમ સમ્યકત્વવર્તી જીવો કરતાં મિશ્રમાર્ગણામાં જીવો સંખ્યાતગુણા છે. કારણ કે ઉપશમસમ્યકત્વની પ્રાપ્તિ કરતાં મિશ્રની પ્રાપ્તિ વધુ વાર સંભવે છે. તેમાં શ્રેણીસંબંધી ઉપશમ તો કોઈક જીવને જ ક્યારેક જ સંભવે છે. તથા મિએ તો મિથ્યાત્વેથી પણ અવાય છે અને સમ્યકત્વથી પણ અવાય છે. તેથી આવન-જાવનનો વધુ સંભવ હોવાથી સંખ્યાત ગુણ સંભવે છે. મિશ્ર કરતાં વેદક (ક્ષયોપશમ)વાળા અસંખ્યાતગુણા છે કારણકે મિશ્રનો કાળ અંતર્મુહૂર્ત માત્ર છે. જ્યારે ક્ષયોપશમનો કાળ સાધિક ૬૬ સાગરોપમ છે. તેથી આ અલ્પબદુત્વ ઘટે છે. ક્ષયોપશમ કરતાં ક્ષાયિકવાળા અનંતગુણા છે. કારણ કે સિદ્ધભગવંતો ક્ષાયિકવાળા છે. અને તે અનંતા છે. તેના કરતાં મિથ્યાત્વવાળા સૌથી વધુ અનંતગુણા છે. નિગોદાદિમાં રહેલા વનસ્પતિકાયના જીવો સૌથી વધુ અનંતગુણા છે. અને તે સર્વે મિથ્યાદૃષ્ટિ છે. આ પ્રમાણે સમ્યકત્વમાર્ગણાનું અલ્પબદુત્વ જાણવું.
સંજ્ઞી માર્ગણામાં સંજ્ઞી જીવો થોડા છે. કારણ કે દેવ-નારકી, તથા પંચેન્દ્રિય ગર્ભજ તિર્યંચ અને ગર્ભજ મનુષ્યો જ સંજ્ઞી છે. તેના કરતાં અસંશી જીવો અનંતગુણા છે. કારણકે એકેન્દ્રિય-વિકલેન્દ્રિય અને સંમૂર્ણિમ પંચેન્દ્રિય એ બધા જીવો અસંશી છે. તેમાં વનસ્પતિકાયના જીવો અનંતાનંત છે. માટે અનંતગુણા કહ્યા તે બરાબર છે.
આહારી માર્ગણામાં અણાહારી આવો થોડા છે. કારણ કે વિગ્રહગતિમાં, કેવલીસમુઘાત કાળે ત્રીજા-ચોથા અને પાંચમા સમયે, અયોગગુણઠાણે, તથા સિદ્ધ અવસ્થામાં વર્તતા જીવો જ અણાહારી છે. તેના કરતાં આહારી જીવો અસંખ્યાતગુણા છે. કારણ કે શેષ સર્વે સંસારીજીવો (વનસ્પતિકાયાદિ તમામ શરીરસ્થ જીવો) આહારી જ છે. તેથી આહારીજીવો અણાહારી કરતાં અસંખ્યાતગુણા છે.
પ્રશ્ન : - અણહારી જીવો કરતાં આહારી જીવો અસંખ્યાતગુણને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org