Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૩૩ થોવન થોડા,
| દિઅવધિદર્શનવાળા, અg= અસંખ્યાતગુણા, | નયJ= ચક્ષુદર્શનવાળા, કુળતા= બે અનંતગુણા.
વનવવધુ= કેવલ અને અચક્ષુવાળા. ગાથાર્થ = (પૂર્વના ચારિત્રથી) છેદોપસ્થાપનીય, અને સામાયિકચારિત્રવાળા સંખ્યાતગુણા, તેનાથી દેશવિરતિવાળા અસંખ્યાતગુણા, તેનાથી અવિરતિવાળા અનંતગુણા, અવધિદર્શન, ચક્ષુદર્શન, કેવલદર્શન અને અચસુદર્શન આ ચારમાં અનુક્રમે થોડા, અસંખ્યાતગુણ અને બે અનંતગુણા છે . ૪૨ . * વિવેચન = એકતાલીસમી ગાથામાં કહેલા યથાખ્યાતચારિત્રવાળા જીવો કરતાં છેદોપસ્થાપનીયવાળા સંખ્યાતગુણા છે. કારણ કે તેઓ કોટિશત પ્રથકૃત્વ હોય છે એટલે બસોથી નવસો કોટિ કહ્યા છે. આ ચારિત્રવાળા જીવો છકેસાતમે ગુણઠાણે હોય છે, તેથી તેરમા-ચૌદમા કરતાં સ્વાભાવિક રીતે જ આ જીવોની સંખ્યા વધારે હોય છે. છેદોપસ્થાપનીય ચારિત્રવાળા કરતાં સામાયિકચારિત્રવાળા જીવો સંખ્યાત ગુણા હોય છે. કારણ કે તેઓની સંખ્યા શાસ્ત્રમાં કોટિ સહસ્ત્રપૃથકત્વ કહી છે. અર્થાત્ બે હજારથી નવહજાર કોટિ સંખ્યા છે. છેદોપસ્થાપનીય ચારિત્ર તો મુખ્યતયા ભરત-ઐરાવતમાં જ સંભવે છે. ને તે પણ પહેલા-છેલ્લા તીર્થકરના શાસનકાળે જ હોય છે. જ્યારે સામાયિકચારિત્ર તો મહાવિદેહની બત્રીસે વિજયમાં હોય છે. અને સદાકાળ હોય જ છે. તથા ભરત ઐરાવતમાં બાવીસ તીર્થંકર ભગવન્તના કાલે પણ હોય છે. તેથી સ્વાભાવિકપણે જ તેની સંખ્યા સંખ્યાતગુણી હોય છે.
સામાયિકચારિત્રવાળા કરતાં દેશવિરતિચારિત્રવાળા અસંખ્યાતગુણા હોય છે. કારણ કે દેશવિરતિચારિત્ર તો તિર્યંચ પંચેન્દ્રિયને પણ હોય છે. અને તે અસંખ્યાતા પણ સંભવે છે. માટે અસંખ્યાત ગુણો હોઈ શકે છે. તેના કરતાં અવિરતિચારિત્રવાળા અનંત ગુણા છે. કારણ કે મિથ્યાષ્ટિથી અવિરતસમ્યગ્દષ્ટિ સુધીના સર્વ જીવો તેમાં આવે છે. વનસ્પતિકાયના અનંતાનંત જીવો હોવાથી આ અલ્પબદુત્વ યથાર્થ છે. હવે દર્શનદ્વાર કહે છે.
- અવધિદર્શનવાળા જીવો સૌથી થોડા છે. કારણ કે સમ્યગ્દષ્ટિ દેવનારકીને અવધિજ્ઞાન હોવાથી તે જીવો (ભવપ્રત્યયિક) અવધિદર્શનવાળા છે. તથા અવધિલમ્બિવંત કોઈક (સમ્યગદષ્ટિ) તિર્યંચ-મનુષ્યને પણ અવધિદર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org