Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
________________
૧૦૮
- શબ્દાર્થતિના= ત્રણ અજ્ઞાન,
વિપુ= વિના, નાગ પખ= જ્ઞાન પાંચ,
મનાવે = મન:પર્યવ અને વડવંસન= ચાર દર્શન,
કેવલઢિક, વીર= એમ ૧૨,
નવ= નવ ઉપયોગો, નિમર્તવજુવો = જીવના | સુરિ દેવગતિ-તિર્યંચગતિ, આ લક્ષણરૂપ ઉપયોગો છે.! નિયમનસુ-નરક અને અવિરતિમાં.
ગાથાર્થ :- ત્રણ અજ્ઞાન, પાંચ જ્ઞાન, અને ચાર દર્શન એમ ૧૨ ઉપયોગો એ જીવના લક્ષણસ્વરૂપ છે. તે ૧૨માંથી મન:પર્યવજ્ઞાન અને કેવલદ્ધિક વિના શેષ નવ ઉપયોગો દેવગતિ-તિર્યંચગતિ-નરકગતિ અને અવિરતિ ચારિત્રમાં હોય છે. ૩૦ ||
વિવેચન :- મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિર્ભાગજ્ઞાન, એમ કુલ ૩ અજ્ઞાન, તથા મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન-મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન એમ પાંચ જ્ઞાન, તથા ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવલદર્શન એમ ચાર દર્શન કુલ ૧૨ પ્રકારના ઉપયોગ છે. ઉપયોગ એટલે આત્મામાં રહેલી ચૈતન્યશક્તિનો વપરાશ કરવો તે. આ ઉપયોગ એ જીવનું લક્ષણ છે. કારણ કે જીવને જ આ ચૈતન્ય શક્તિ હોય છે. અજીવમાં ચૈતન્યશક્તિ હોતી નથી. ચૈતન્યગુણ વડે જ જીવદ્રવ્ય તે અજીવથી ભિન્નદ્રવ્ય સિદ્ધ થાય છે. તેમાં પ જ્ઞાન અને ત્રણ અજ્ઞાનને સાકારોપયોગ કહેવાય છે અથવા વિશેષોપયોગ પણ કહેવાય છે. અને ચાર દર્શનને નિરાકારોપયોગ અથવા સામાન્યોપયોગ પણ કહેવાય છે. તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે ૩ો ક્ષણમ્ ૨-૮, તે દિવિથોડવાર્મેલઃ ર૯.
હવે બાસઠ માર્ગણા ઉપર આ બાર ઉપયોગ સમજાવે છે કે કઈ કઈ માર્ગણામાં કેટલા કેટલા ઉપયોગ હોય છે. ત્યાં દેવગતિ-નરકગતિ-તિર્યંચગતિ આ ત્રણ ગતિમાર્ગણા અને અવિરતિચારિત્ર માર્ગણા એમ કુલ ચાર માર્ગણામાં કેવલજ્ઞાન-કેવલદર્શન અને મન:પર્યવજ્ઞાન વિના શેષ ૯ ઉપયોગી હોય છે. આ માર્ગણાઓમાં ચાર ગુણસ્થાનક જ હોય છે અને તિર્યંચગતિમાં પાંચ ગુણસ્થાનક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org