Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૧૩
ક્ષાયિકસમ્યકત્વ અને યથાખ્યાતચારિત્ર એમ બે માર્ગણામાં ત્રણ અજ્ઞાન વિના શેષ ૯ ઉપયોગ હોય છે. ક્ષાયિકસમ્યકત્વ ૪ થી ૧૪ માં અને યથાખ્યાતચારિત્ર ૧૧ થી ૧૪ માં જ હોય છે. ત્યાં પ્રથમનાં ત્રણ ગુણસ્થાનક ન હોવાથી મતિઅજ્ઞાન આદિ ત્રણ અજ્ઞાન સંભવતાં નથી. મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય, અને અનંતાનુબંધી કષાયોનો ક્ષાયિકમાં ક્ષય અને યથાવાતમાં ક્ષય અથવા ઉપશમ કરેલો છે. પરંતુ ઉદય નથી. તેથી પ્રથમનાં ત્રણ ગુણસ્થાનક નથી.
દેશવિરતિ માર્ગણામાં મતિ-શ્રુત અને અવધિ એમ ત્રણ જ્ઞાન તથા ચક્ષુ-અચહ્યું અને અવધિ એમ ત્રણ દર્શન કુલ ૬ ઉપયોગ હોય છે. શેષ ઉપયોગો હોતા નથી. મિથ્યાત્વ ન હોવાથી અજ્ઞાનત્રિક નથી. અને સર્વવિરતિ તથા ક્ષપકશ્રેણી ન હોવાથી મન:પર્યવજ્ઞાન અને કેવલદ્ધિક નથી. માટે છે ઉપયોગ હોય છે.
મિશ્રમાર્ગણામાં આ જ છ ઉપયોગ હોય છે. પરંતુ મિશ્ર ગુણસ્થાનક હોવાથી જ્ઞાન-અજ્ઞાન મિશ્ર હોય છે સમ્યકત્વની સન્મુખતા વાળાને જ્ઞાનની અધિકતા હોય છે અને મિથ્યાત્વની સન્મુખતા વાળાને અજ્ઞાનની અધિકતા હોય છે. માટે જ ત્રણ જ્ઞાનો અજ્ઞાનની સાથે મિશ્ર કહ્યાં છે. અહીં મિશ્ર માર્ગણામાં છ ઉપયોગ અજ્ઞાનમિશ્રિત કહેતા ગ્રંથકારે ત્રીજા ગુણઠાણે અવધિદર્શન કહ્યું છે. તે સમ્યત્ત્વની બહુલતાને આશ્રયી સમજવું. અન્યથા ગ્રંથકારશ્રીએ જ ગાથા ૨૧ તથા ગાથા ૩૨માં અવધિદર્શન ૪થી૧૨ માં હોય પરંતુ ૧થી૧૨ માં ન હોય એમ કહેલ છે. માટે અહીં વિવક્ષાભેદ જાણવો. આ પ્રમાણે આ ગાથામાં ૨+૩+૧+૧= છ માર્ગણામાં ઉપયોગ કહ્યા. ૩૩
मणनाण चक्खुवज्जा, अणहारि तिन्नि दंसणचउनाणा । चउनाणसंजमोवसम-वेयगे ओहिदंसे य ॥ ३४ ॥ (मनःपर्यवज्ञानचक्षुर्वर्जाः अणाहारे त्रीणि दर्शनानि चत्वारि ज्ञानानि । ચતુર્ણાનસંગોપામવેષ અવધિને ૨ / રૂ૪ ) ક-૪૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org