Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૨૫
નાનો મોટો ઘણી જાતનો હોય છે. તો આ “અસંખ્યાતમો ભાગ” કેવડો લેવો? તેનું કંઈ માપ છે?
ઉત્તરઃ હા. ઘનીકૃત લોકનો જે આ પ્રતર છે. તેનો એક અંગુલપ્રમાણ પ્રતરભાગ લેવો. તેમાં જેટલી સૂચિશ્રેણીઓ હોય તેનું પહેલું અને બીજાં વર્ગમૂલ કાઢવું. ત્યારબાદ પહેલા અને બીજા વર્ગમૂળનો ગુણાકાર કરવો. તે આંક જેટલો થાય તેટલી સૂચિશ્રેણીઓ વાળો પ્રતરનો અસંખ્યાતમો ભાગ જાણવો. ધારો કે અંગુલ પ્રમાણ પ્રતરમાં ૨૫૬ સૂચિશ્રેણીઓ છે. તો તેનું પ્રથમ વર્ગમૂલ ૧૬, અને બીજું વર્ગમૂલ ૪, પછી તે બન્નેનો ગુણાકાર ૧૬૮૪=૬૪ થાય છે તેથી ૬૪ સૂચિશ્રેણીઓ છે જેમાં એવો પ્રતરનો અસંખ્યાતમો ભાગ લેવો. તેટલી સૂચિશ્રેણીના આકાશપ્રદેશરાશિપ્રમાણ નારકી જીવો છે. તેથી મનુષ્ય કરતાં નારકી અસંખ્યાતગુણા છે. અહીં પ્રથમ વર્ગમૂલ અને બીજા વર્ગમૂલનો ગુણાકાર કરો તો પણ ૧૬૪૪ ૬૪ થાય. અથવા બીજાવર્ગમૂલનો ઘન કરીએ તો પણ ૪૪૪૪૪=૬૪ થાય છે. એમ બન્ને રીતે સંખ્યા લેવાય છે પરંતુ ફલિતાર્થ સરખો જ છે.
- નારકી કરતાં દેવો અસંખ્યાતગુણા છે. કારણ કે દેવો ભવનપતિ-વ્યંતરજયોતિષ્ક અને વૈમાનિક એમ ચાર પ્રકારના છે. ત્યાં ભવનપતિ પણ અસુરકુમારાદિ ભેદે ૧૦ પ્રકારના છે. તેમાં અસુરકુમારાદિ એકેક ભેદનું માપ શાસ્ત્રમાં નીચે પ્રમાણે છે. અંગુલમાત્ર ક્ષેત્રમાં રહેલા આકાશપ્રદેશોના પ્રથમ-વર્ગ મૂલના અસંખ્યાતમા ભાગમાં જેટલી પ્રદેશ રાશિ થાય તેટલી સૂચિશ્રેણીઓના જેટલા આકાશપ્રદેશો થાય તેટલા અસુરકુમાર છે. તેટલા જ નાગકુમાર છે. તેટલા જ સુવર્ણકુમારાદિ છે. ફક્ત પ્રતરનો અસંખ્યાતનો ભાગ કેટલો લેવો? તેનું આવું માપ છે કે અંગુલપ્રમાણ પ્રતરમાં જેટલી સૂચિશ્રેણીઓ છે તેનું પ્રથમવર્ગમૂલ કાઢવું. તેનો અસંખ્યાતમો ભાગ કરવો. તેમાં જેટલો આંક આવે તેટલી સંખ્યાવાળી સૂચિશ્રેણીઓ જેમાં છે એવો ખતરનો અસંખ્યાતમો ભાગ લેવો.
વ્યંતરદેવોના એકેક ભેદમાં દેવોની સંખ્યા આ પ્રમાણે જણાવી છે કે સાતરાજ લાંબું-પહોળું આખું પ્રતર લેવું. તેની સૂચિશ્રેણીઓ છુટી પાડવી. તેમાં એકેક સુચિશ્રેણીના સંખ્યાત સંખ્યાત યોજનાના ટુકડા કરવા. આવા ટુકડા આખા પ્રતરની સર્વસૂચિશ્રેણીના જેટલા થાય. તેટલા કિન્નર, તેટલા કિં.રુષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org