Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
________________
૧૧૨ ઉત્તર - પ્રશ્ન વ્યાજબી છે. હોવું પણ જોઈએ. સિદ્ધાન્તકાર માને પણ છે. પરંતુ કર્મગ્રંથકારો કોઈ અગમ્ય કારણવશ અવધિદર્શન ઈચ્છતા નથી. એમ આ વિધાનથી જણાય છે. આ બાબતની વિશેષ ચર્ચા ગાથા ૨૧માં પૂર્વે જણાવી ગયા છીએ ત્યાંથી જાણી લેવું. આ પ્રમાણે આ ગાથામાં ર+૮+૬= એમ ૧૬ માર્ગણામાં ઉપયોગ કહ્યા. ૩૨ છે
केवलदुगे नियदुर्ग, नव तिअनाण विणु खइयअहक्खाए । दंसणनाणतिगं देसि मीसि अन्नाण मीसं तं ॥ ३३ ॥ केवलद्विके निजद्विकं, नव व्यज्ञानं विना क्षायिकयथारव्यातयोः । दर्शनज्ञानत्रिकं देशे, मिश्रे अज्ञानमिश्रं तद् ॥ ३३ ॥
શબ્દાર્થ વહુને કેવલહિકમાં,
સનાતિજ- ત્રણ દર્શન અને નિયતુ= પોતાનું દ્રિક હોય છે, ત્રણ અજ્ઞાન, નવ-નવ
સિ= દેશવિરતિગુણઠાણે, તિગનાળ= ત્રણ અજ્ઞાન વિના, | મીસિ મિશ્રગુણઠાણે, હયગદરવા= ક્ષાયિક અને ! નાની અજ્ઞાનથી મિશ્ર હોય છે,
યથાખ્યાતમાં, I તે તે ત્રણદર્શન અને ત્રણ અજ્ઞાન. ગાથાર્થ = કેવલજ્ઞાન અને કેવલદર્શન માર્ગણામાં પોતાનું દ્વિક જ હોય છે. અર્થાત્ બે ઉપયોગ હોય છે. ક્ષાયિક અને યથાખ્યાતમાં ત્રણ અજ્ઞાન વિના ૯ ઉપયોગ હોય છે. દેશવિરતિમાર્ગણામાં ત્રણ જ્ઞાન અને ત્રણ દર્શન એમ છ ઉપયોગ હોય છે. તે જ છ ઉપયોગ મિશ્ર માર્ગણામાં ત્રણ અજ્ઞાનથી મિશ્ર હોય છે. ૩૩
વિવેચન = કેવલજ્ઞાન અને કેવલદર્શન માર્ગણા તેર-ચૌદમે ગુણઠાણે હોય છે. ત્યાં છાઘસ્થિક જ્ઞાનો અને દર્શનો નષ્ટ થયેલ હોવાથી બાર ઉપયોગમાંથી પોતાનું દ્રિક (અર્થાત્ કેવલજ્ઞાન અને કેવલદર્શન)એમ બે જ ઉપયોગ સંભવે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે “Éનિ છાત્થિા નાને' છાઘસ્થિમજ્ઞાનો નાશ થાય ત્યારે જ કેવલજ્ઞાન-દર્શન પ્રગટ થાય છે. તેથી ત્યાં ૨ જ ઉપયોગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org