Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૨૦
એકેન્દ્રિયમાર્ગણા, અસંજ્ઞીમાર્ગણા, પૃથ્વીકાય અપ્લાય અને વનસ્પતિકાય માર્ગણા એમ કુલ પાંચ માર્ગણાઓમાં કૃષ્ણ-નીલ-કાપોત અને તેજો એમ ચાર લેશ્યા હોય છે. ત્યાં આ માર્ગણાઓ અશુભ પરિણામવાળી હોવાથી પ્રથમની ત્રણ લેશ્યા તો સામાન્યથી હોય જ છે. પરંતુ ભવનપતિ-બંતર-જ્યોતિષ્કદેવો તથા સૌધર્મ અને ઇશાનવાસી દેવો મૃત્યુ પામીને અત્યન્ત આસક્તિને લીધે રત્નાદિ પૃથ્વીકાયમાં, જલાશયના અપ્લાયમાં અને કમલાદિ રૂપ વનસ્પતિકાયમાં જન્મે છે ત્યારે કેટલાક કાળ સુધી ગયા ભવના સંસ્કારવાળી તેજોલેશ્યા પણ આ પાંચ માર્ગણામાં સંભવે છે. પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીએ યોગદષ્ટિ સમુચ્ચયમાં કહ્યું છે કે જો મરડું, તનેસે ૩વવા |
તથા નારકી, વિકસેન્દ્રિય, અગ્નિકાય, અને વાયુકાય એમ છે માર્ગણાઓમાં માત્ર પ્રથમની ત્રણ વેશ્યા જ હોય છે. કારણ કે આ જીવો ઘણું કરીને અપ્રશસ્ત અધ્યવસાય યુક્ત હોય છે. તેથી શેષ શુભલેશ્યા સંભવતી નથી. તેજોલેશ્યાદિવાળા દેવો આ જીવોમાં જન્મતા નથી. જે ૩૬ છે अहक्खायसुहुमकेवल-दुगि सुक्का छावि सेसठाणेसु । नरनिरयदेवतिरिया, थोवा दु असंखणंतगुणा ॥ ३७ ॥ (यथाख्यातसूक्ष्मकेवलद्विके शुक्ला षडपि शेषस्थानेषु । नरनरकदेवतिर्यञ्चः, स्तोका द्वौ अंसख्यातावनन्तगुणाः ॥ ३७ ॥
શબ્દાર્થ અદgય = યથાખ્યાત,
નનિરય = મનુષ્ય નારકી, સુહુન = સૂક્ષ્મસંપરાય,
દેવરિયા = દેવો અને તિર્યંચા, વનનિ = કેવલદ્ધિકમાં,
થવા = થોડા છે. સુવા = માત્ર એક શુક્લલેશ્યા, છાવિ = છએ પણ,
ટુ સંવ = બે અસંખ્યાતા છે. સે લું = બાકીનાં સ્થાનોમાં, | ગંતકુળ = અનંતગુણા છે.
ગાથાર્થ- યથાવાત, સૂક્ષ્મસંપરાય અને કેવલદ્ધિકમાં માત્ર શુક્લલેશ્યા જ હોય છે. શેષસ્થાનોમાં છએ વેશ્યા હોય છે. મનુષ્યો સૌથી થોડા છે. તેનાથી નારકી અને દેવો એ અસંખ્યાતગુણા છે. અને તિર્યંચો અનંતગુણા છે. ૨ ૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org