Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૧૮ યોગ, તથા મતિ-શ્રુતઅજ્ઞાન અને અચસુદર્શન એમ ત્રણ ઉપયોગ કહ્યા છે. ગ્રંથકારની અને અન્ય આચાર્યોની વિવક્ષામાં કેટલી ભિન્નતા છે. તે સમજવા માટે ચિત્ર આ પ્રમાણે છે.
|
ગ્રન્થકારની વિવક્ષા
અન્ય આચાર્યોની વિવફા ! જીવ ગુણ | યોગ ઉપયોગ | જીવ ગુણ | યોગ | ઉપયોગ મનયોગ | ૧ ૧૩] ૧૩] ૧૨ | | ૧૩] ૧૩ વચનયોગ ૫] ૧૩ ૧૩) | ૧૨ | ૮ | ૨ | ૪ | | કાયયોગ | ૧૪ ૧૩ ૧૫) ૧૨ | ૪ | ૨ | પ.
છ | જ |
પ્રશ્ન- અન્ય આચાર્યોએ જે વિવક્ષા કરી છે કે એક (મુખ્ય) યોગ હોય ત્યાં અન્ય યોગો હોવા છતાં તેની વિવક્ષા (ગણના) ન કરવી. અર્થાત્ યોગાન્તર રહિત એવો એક યોગ ગણવો. તે તો ઠીક છે કે આ પણ એક ભિન્ન વિવક્ષા છે. પરંતુ તેઓએ કહેલાં જીવસ્થાનક આદિમાં શું કંઈ અસંગતિ દેખાય છે કે બધું જ બરાબર સંગત જ છે ?
ઉત્તર- તેમના મનમાં કેટલીક અસંગતિ જણાય છે. અર્થાત્ પૂર્વાપર ન ઘટે એવી પણ કેટલીક બાબત છે. તે આ પ્રમાણે -
(૧) મનયોગ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત થયા પછી જ હોય છે. તેથી સંશી પંચેન્દ્રિય પર્યાપ્ત એક જ જીવસ્થાનક સંભવી શકે. પરંતુ સંજ્ઞી અપર્યાપ્ત જીવસ્થાનક ન સંભવે. કારણ કે અપર્યાપ્તાવસ્થાકાળે મન:પર્યાપ્તિ સમાપ્ત થયેલી ન હોવાથી મનયોગ સંભવતો નથી. હવે કદાચ એમ કહીએ કે અપર્યાપ્તાવસ્થામાં ભલે મન:પર્યાપ્તિ સમાપ્ત થયેલી નથી તેથી મનયોગ પ્રાપ્ત થયો નથી. પરંતુ તે પૂર્ણ થયે અવશ્ય આવશે જ, એમ માની મનની લવિાળો આ જીવ છે. એમ વિચારી અપર્યાપ્તો જીવભેદ લઈએ તો યોગ ૧૩ કહ્યા તે ન ઘટે. કારણ કે જો અપર્યાપ્ત જીવભેદ લઈએ છીએ તો અપર્યાપ્તાવસ્થાભાવી કાર્પણ અને ઔદારિકમિશ્રયોગ પણ લેવા જોઈએ અને યોગ ૧૫ કહેવા જોઈએ. યોગ ૧૩ કહેવા અને જીવભેદ પર્યાપ્ત-અપર્યાપ્ત બે કહેવા તે પૂર્વાપર સંગત થતું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org