Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૧૭.
માત્રમાં જ કાયયોગ ગણવાથી તે તે જીવોમાં જેટલાં જેટલાં જીવસ્થાનક ગુણસ્થાનક, યોગ, અને ઉપયોગ હોઈ શકે તેટલાં તેટલાં જીવસ્થાનક ગુણસ્થાનક, યોગ, અને ઉપયોગ ત્યાં લેવાં. આ પ્રમાણે અન્ય આચાર્યોનું કહેવું છે. તેથી જીવસ્થાનક આદિ ચારે દ્વારા આ નવી વિવફા પ્રમાણે આ રીતે થાય છે.
જીવસ્થાનક | ગુણસ્થાનક | યોગ | ઉપયોગ ] | મનયોગમાં | ૨ | ૧૩ | ૧૩ | ૧૨ | વચનયોગમાં
- ૪ કાયયોગમાં
તેની વધારે સ્પષ્ટતા આ પ્રમાણે છે- ઉપરની વિવક્ષા પ્રમાણે મનયોગ સંજ્ઞીમાં જ સંભવે છે. એકેન્દ્રિય-વિકલેન્દ્રિય અને અસંજ્ઞીમાં સંભવતો નથી. તેથી સંજ્ઞી પર્યાપ્તા-અપર્યાપ્તા એમ સંજ્ઞીનાં બે જીવસ્થાનક કહ્યાં. સંજ્ઞીમાં તેરે. ગુણસ્થાનક હોય છે. (જો કે સંજ્ઞીમાં તો ચૌદમું પણ છે. પરંતુ ત્યાં યોગ નથી તેથી તેને મૂકીને) શેષ ૧૩ ગુણસ્થાનક કહ્યાં છે. આ મનયોગ મન:પર્યાપ્તિ પૂર્ણ કર્યા પછી જ આવે છે. તેથી અપર્યાપ્તાવસ્થાભાવી કાર્પણ અને ઔદારિકમિશ્ર વિના શેષ ૧૩ યોગ કહ્યાં છે. તથા સંજ્ઞીમાં સર્વ ગુણસ્થાનક સંભવતાં હોવાથી બધા જ ઉપયોગ કહ્યા છે.
વચનયોગ ઉપરની વિવક્ષા પ્રમાણે વિકસેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયને જ ગણાય છે. તેથી તે ચાર પર્યાપ્તા-અપર્યાપ્ત મળી આઠ જીવસ્થાનક કહ્યાં છે. તથા આ આઠ જીવસ્થાનકમાં મિશ્ર અને સમ્યકત્વાદિ ઉપરનાં ગુણસ્થાનક સંભવતાં નથી. તેથી મિથ્યાત્વ અને સાસ્વાદન એમ બે જ ગુણસ્થાનક કહ્યાં છે. આ આઠ જીવ સ્થાનકમાં ઔદારિક કાયયોગ, ઔદારિકમિશ્રકાયયોગ, કાર્પણ કાયયોગ અને અસત્યામૃષા વચનયોગ એમ આ ચાર જ યોગ હોય છે. શેષ યોગો કોઈ પણ સંભવતા નથી. તેથી યોગ ૪ કહ્યા છે. તથા ઉપયોગ આ આઠ જીવભેદમાં મતિ-શ્રુતઅજ્ઞાન અને અચદર્શન એમ સામાન્યથી ત્રણ હોય છે અને ચઉરિન્દ્રિય તથા અસંજ્ઞીમાં ચહ્યું હોવાથી ચક્ષુદર્શન વધારે હોય છે. સમ્યકત્વાદિ અને અવધિજ્ઞાનાદિની લબ્ધિ ન હોવાથી બીજા ઉપયોગો સંભવતા નથી. માટે ઉપયોગ કુલ ૪ જ કહ્યા છે.
હવે કાયયોગ ઉપરની વિવક્ષા પ્રમાણે માત્ર એકેન્દ્રિયમાં જ ઘટે છે તેથી એકેન્દ્રિયમાં જ સંભવતાં સૂક્ષ્મ-બાદર પર્યાપ્તા-અપર્યાપ્તા એમ ૪ જીવસ્થાનક, મિથ્યાત્વ-સાસ્વાદન એમ બે ગુણસ્થાનક, વાઉકાયને આશ્રયી વૈક્રિયા ગણવાથી દારિક, ઔદારિકમિશ્ર, વૈક્રિય, વૈક્રિયમિશ્ર, અને કાર્યણ એમ પાંચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org