Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
________________
૧૧૬
ગાથાર્થ = અન્ય આચાર્યો મનોયોગમાં ૨,૧૩,૧૩, અને૧૨, તથા વચનયોગમાં ૮,૨,૩, અને ૪,તથા કાયયોગમાં ૪,૨,૫, અને ૩, અનુક્રમે જીવસ્થાનક, ગુણસ્થાનક, યોગ અને ઉપયોગ માને છે. ૩પ છે
વિવેચન = કર્મગ્રંથકાર પૂ. શ્રી દેવેન્દ્રસૂરિજીનો આશય એવો છે કે જે જે જીવોમાં મનયોગ હોય તે તે જીવસ્થાનક ત્યાં ગણવાં, તે જીવોનાં ગુણસ્થાનક, તેમાં ઘટતા યોગ અને તેમાં સંભવતા ઉપયોગ ત્યાં લેવા. જેમ કે મનયોગ સર્વપર્યાપ્તિએ પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિયમાં જ સંભવે છે. માટે મનયોગમાં જીવસ્થાનક ૧, (ગાથા ૧૭) ગુણસ્થાનક ૧૩ (ગાથા ૨૨), યોગ ૧૩ (ગાથા ૨૮), અને ઉપયોગ ૧૨ (ગાથા ૩૧)માં કહ્યા છે. એવી જ રીતે વચનયોગ બેઈન્દ્રિય, તે ઇન્દ્રિય. ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય (સંજ્ઞી-અસંજ્ઞી બંને) આટલા પર્યાપ્ત જીવોને હોય છે. તેથી તેમાં સંભવતાં જીવસ્થાનક ૫ (ગાથા ૧૭), ગુણસ્થાનક ૧૩ (ગાથા ૨૨), યોગ ૧૩ (ગાથા ૨૮) અને ઉપયોગ ૧૨ (ગાથા ૩૧)માં કહ્યા છે તથા કાયયોગ તો સૂક્ષ્મ અપર્યાપ્તા એકેન્દ્રિયથી સંજ્ઞીઅસંજ્ઞી પર્યાપ્તા-અપર્યાપ્તા પંચેન્દ્રિય સુધી સર્વે સંસારી જીવોને હોય છે. તેથી ત્યાં જીવસ્થાનક ૧૪ (ગાથા ૧૬), ગુણસ્થાનક ૧૩ (ગાથા ૨૨), યોગ ૧૫ (ગાથા ર૫) અને ઉપયોગ ૧૨ (ગાથા ૩૧)માં કહ્યા છે. અને ત્યાં ત્યાં તે તે રીતે સ્પષ્ટ સમજાવ્યા પણ છે. પરંતુ અન્ય આચાર્યો આ ત્રણેયોગમાં જીવસ્થાનકાદિ કંઈક ભિન્ન રીતે ઘટાડે છે. તેઓનો આશય એવો છે કે – મનયોગ અને વચનયોગ જે જીવોમાં ન હોય ત્યાં જ કાયયોગ છે એમ સમજવું. એવી રીતે મનયોગ ન હોય ત્યાં જ વચનયોગ છે એમ સમજવું અને જ્યાં મનયોગ છે ત્યાં મુખ્ય એવા મનયોગની જ વિવક્ષા કરવી ત્યાં વચનયોગની અને કાયયોગની ગણના ન કરવી. સારાંશ કે “યોગાન્તર રહિત એવા યોગની જ વિવક્ષાકરાય છે” તેથી જ્યાં ત્રણે યોગ છે ત્યાં પ્રધાન મનયોગ હોવાથી મનયોગ જ ગણવો. વચનયોગ, કાયયોગ ન વિવક્ષવા. જ્યાં પ્રધાન એવો મનયોગ નથી પરંતુ વચન યોગ અને કાયયોગ છે ત્યા વચનયોગ પ્રધાન હોવાથી તેની જ વિવક્ષા કરવી. કાયયોગ ન ગણવો. અને જ્યાં મનયોગ, વચનયોગ નથી. માત્ર કાયયોગ જ છે. ત્યાં જ કાયયોગ ગણવો. શેષજીવોમાં બીજા યોગો હોવાથી કાયયોગ ન ગણવો. આવી વિવક્ષા કરવાથી સંજ્ઞી પંચેન્દ્રિયમાં માત્ર મનયોગ જ ગણાય, બેઈન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવોમાં માત્ર વચનયોગ જ ગણાય. અને કાયયોગ તો ફક્ત એકેન્દ્રિયમાં જ ગણાય. હવે આ વિવક્ષા પ્રમાણે સંજ્ઞીમાં મનયોગ, વિકલેન્દ્રિય અને અસંજ્ઞી પંચે. માત્રમાં જ વચનયોગ, અને એકેન્દ્રિય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org