Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૦૯ હોય છે. જ્યારે કેવલજ્ઞાન-કેવલદર્શન તેરમે-ચૌદમે થાય છે. અને મન:પર્યવજ્ઞાન છઠ્ઠાથી થાય છે. માટે આ માર્ગણાઓમાં તે ઉપયોગ કહ્યા નથી. શેષ નવ ઉપયોગ હોઈ શકે છે. ત્યાં દેવ-નારકીમાં ભવપ્રત્યયિક અવધિ અને વિભંગ હોય છે. અને તિર્યંચગતિમાં ગુણપ્રત્યયિક હોય છે સમ્યગ્દષ્ટિને ત્રણ જ્ઞાન, મિથ્યાદષ્ટિને ત્રણ અજ્ઞાન, અને ઉભયને ત્રણ દર્શન હોય છે. આ ગાથામાં ચાર માર્ગણામાં ઉપયોગ સમજાવ્યા છે. | ૩૦ | तस जोअ वेअ सुक्का-हार नर पणिंदि सन्नि भवि सव्वे। नयणेअर पणलेसा, कसाय दस केवलदुगूणा ॥ ३१॥ (त्रसयोगवेदशुक्लाहार-नरपंचेन्द्रियसंज्ञिभव्येषु सर्वे। नयनेतरलेश्यापञ्चककषायेषु दश केवलद्विकोनाः ॥ ३१॥)
શબ્દાર્થતસ = ત્રસકાય,
વ = ભવ્યમાર્ગણામાં નોમ = ત્રણ યોગ,
સલ્વે = સર્વે ઉપયોગ, વેગ = ત્રણ વેદ,
નળસર = ચક્ષુ-અચક્ષુદર્શન, યુવા = શુક્લલેશ્યા,
પત્નસા = પાંચ વેશ્યા, માદાર = આહારીમાર્ગણા,
સાય = ચાર કષાયમાં નર = મનુષ્યગતિ,
તશ = દશ ઉપયોગ, પfiરિ = પંચેન્દ્રિયજાતિ,
વધુpણા = કેવલદિકવિના હોય છે. ન = સંજ્ઞીમાર્ગણા,
ગાથાર્થ - ત્રસકાય, ત્રણ યોગ, ત્રણ વેદ, શુક્લ વેશ્યા, આહારી માર્ગણા, મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, સંજ્ઞી અને ભવ્ય એમ ૧૩ માર્ગણામાં બાર ઉપયોગ હોય છે તથા ચક્ષુ-અચક્ષુદર્શન પાંચલેશ્યા, અને ક્રોધાદિ ચાર કષાય એમ ૧૧ માર્ગણામાં કેવલદિકવિના ૧૦ ઉપયોગ હોય છે. આ ૩૧ છે
વિવેચન - ત્રસકાય, મન-વચન અને કાયયોગ, પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ, શુક્લલેશ્યા, આહારીમાર્ગણા, મનુષ્યગતિ, પંચેન્દ્રિય જાતિ, સંજ્ઞીમાર્ગણા અને ભવ્યમાર્ગણા એમ તેર માર્ગણામાં બારે બાર ઉપયોગ હોય છે. અર્થાત્ સર્વે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org