Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૦૪ અપર્યાપ્તાવસ્થામાં જ આવે છે. તે વખતે (એટલે કે અપર્યાપ્તાવસ્થાકાલે) : મનોયોગાદિ ઉપરોક્ત છ માર્ગણા સંભવતી નથી. કારણ કે તે માર્ગણાઓ સર્વ પર્યાપ્તિએ પર્યાપ્તાવસ્થામાં જ સંભવે છે. તેથી ૧૩ યોગ હોય છે. અહીં ચક્ષુદર્શન સર્વપર્યાપ્તિએ પર્યાપ્તાને હોય છે એ વિવક્ષા લઈએ તો ઉપર કહેલા બે યોગ વિના તેર યોગ જાણવા. પરંતુ ઇન્દ્રિય પર્યાપ્તિ પૂર્ણ થવાથી ઇન્દ્રિયોની રચના થઈ જાય છે. એમ માની ચક્ષુની રચના થયેલી માનીને ચક્ષુદર્શન માનવામાં આવે તો તે વખતે છ પર્યાપ્તિઓ હજુ પૂર્ણ થયેલી ન હોવાથી અપર્યાપ્તાવસ્થા છે અને ત્યારે ઔદારિક મિશ્ર કાયયોગ પણ છે. જેથી ચક્ષુદર્શનમાં માત્ર એક કાર્મણકાયયોગ વિના શેષ ૧૪ યોગ હોય છે એમ પણ કહી શકાય. પરંતુ તે વિવફા અહીં લીધી નથી.
કેવલજ્ઞાન અને કેવલદર્શન આ બે માર્ગણામાં (૧) કાર્પણ કાયયોગ, (૨) ઔદારિક કાયયોગ, (૩) ઔદારિક મિશ્રકાયયોગ, તથા પહેલો અને છેલ્લો મનયોગ તથા પહેલો અને છેલ્લો વચનયોગ એમ કુલ ૭ યોગ હોય છે. કેવલી મુદ્દઘાતના ત્રીજા-ચોથા અને પાંચમા સમયે કાર્મહાકાયયોગ, બીજા-છઠ્ઠા અને સાતમા સમયે ઔદારિકમિશ્નકાયયોગ, શેષકાલે ઔદારિકકાયયોગ હોય છે. દૂર દેશમાં રહેલા મન:પર્યવજ્ઞાનીઓ અને અનુત્તરવાસી દેવો કેવલીભગવાનને પ્રશ્નો પૂછે ત્યારે તેનો ઉત્તર આપવા પરમાત્મા મનોવર્ગણાને ગ્રહણ કરી મનરૂપે પરિણાવી જે આકાર ગોઠવી ઉત્તર આપે છે. તે અપેક્ષાએ “દ્રવ્યમન” આશ્રયી મનનો પહેલો યોગ અને છેલ્લો યોગ સંભવે છે. પરંતુ પૂર્વાપરની ચિંતવના-વિચારણા કરવા સ્વરૂપ જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમ રૂપ “ભાવમન” તેઓને હોતું નથી. કારણ કે તેઓ કેવલજ્ઞાની છે. ક્ષાવિકભાવવાળા છે. તથા ધર્મદેશના કાળે વચનના પહેલા-છેલ્લા બે યોગ હોય છે. આવી રીતે કેવલી પરમાત્માને કુલ ૭ યોગ સંભવે છે. આ ગાથામાં કુલ ૮ માર્ગણામાં યોગ કહ્યા. છે ૨૮ u मणवइउरला परिहारि, सुहुमि नव ते उ मीसि सविउव्वा। देसे सविउव्विदुगा, सकम्मुरलमिस्स अहक्खाए॥ २९॥ (मनोवचनौदारिकाः परिहारे सूक्ष्मे नव ते तु मिश्रे सवैक्रियाः । देशे सवैक्रियद्विकाः, सकार्मणौदारिकमिश्रा यथाख्याते ॥ २९॥)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org