Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૧૦૫
શબ્દાર્થમાવડરતા- મન, વચન, અને વિકલ્થ- વૈક્રિયકાયયોગ ઔદારિકકાયયોગ,
સહિત ૧૦ હોય છે. પરિદરિ=પરિહાર વિશુદ્ધિમાં, રેસે દેશવિરતિગુણઠાણે, સુષિ= સૂક્ષ્મ સંપરાયમાં, વિવ્યિહુ= વૈક્રિયદ્ધિકસહિત, નવ નવ યોગ હોય છે. સમુરસિક કાર્પણ અને તે ૩- વળી તે નવ.
ઔદારિકમિશ્ર સહિત, નીસિ મિશ્રમાર્ગણામાં, | ગહવરવાહ યથાખ્યાત ચારિત્રમાં
ગાથાર્થ-પરિહારવિશુદ્ધિ અને સૂક્ષ્મસંપરાયચારિત્રમાં મનના-વચનના ૪, અને ઔદારિકકાયયોગ એમ કુલ નવ યોગ હોય છે. તે જ નવને વૈક્રિયકાયયોગથી સહિત કરીએ તો ૧૦ યોગો મિશ્રમાર્ગણામાં હોય છે. તથા વૈક્રિયદ્ધિક સહિત કરો તો ૧૧ યોગ દેશવિરતિમાર્ગણામાં હોય છે અને કાશ્મણ તથા ઔદારિકમિશ્રા સહિત (ઉપરોક્ત ૯) એમ ૧૧ યથાખ્યાતમાં હોય છે. તે ૨૯
વિવેચન- પરિહારવિશુદ્ધિચારિત્ર અને સૂક્ષ્મપરાય ચારિત્ર આ બે માર્ગણામાં મનના ચાર, વચનના ચાર, અને ઔદારિકકાયયોગ એમ કુલ ૯ યોગો હોય છે. આ બન્ને માર્ગણાઓ અત્યન્ત નિર્મળ વિશુદ્ધ ચારિત્ર રૂપ અને વિશિષ્ટ તપ રૂપ હોવાથી તથા સૂક્ષ્મસંપરાય તો શ્રેણીમાં જ આવતું હોવાથી પર્યાપ્તાવસ્થામાં જ ૮૯ વર્ષની વય પછી જ સંભવે છે. તેથી અપર્યાપ્તાવસ્થાભાવી કાર્પણ અને દારિકમિશ્ર યોગ ત્યાં સંભવતા નથી. તથા આહારક કાયયોગ અને આહારક મિશ્ર કાયયોગ તો ચૌદ પૂર્વધરને જ હોય છે. જ્યારે પરિહારવિશુદ્ધિ વાળા તો ઉત્કૃષ્ટથી પણ કંઈકન્યૂન દશ પૂર્વ જ હોય છે. તેથી આ બે યોગ સંભવતા નથી તથા આ બન્ને માર્ગણાવર્તી જીવો અત્યન્ત નિર્મળ ચારિત્ર પાળનારા, અને સતત જાગૃતાવસ્થાવાળા હોવાથી અપ્રમાદી છે અને આહારક તથા વૈક્રિયની રચના પ્રમાદાવસ્થા છે. કારણ કે લબ્ધિ ફોરવવાની અને તેના દ્વારા તે તે કાર્ય કરવાની ચિત્તની ઉત્સુકતા હોવાથી પ્રમાદાવસ્થા કહેવાય છે. માટે આહારક અને વૈક્રિયના ચારે યોગો સંભવતા નથી. એમ ર+૪=૬ યોગ વિના શેષ નવ યોગ હોય છે.
પ્રશ્નજો આટલી બધી અપ્રમાદાવસ્થા છે. સતત જાગૃત છે તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org