Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
( ૧૦૨ તો ઉદય ક્યાંથી સંભવે? અને જે વૈક્રિય બાંધીને વાયુકામાં આવે છે તે જીવો પણ વાયુકાયમાં ઉત્પત્તિના પ્રથમ સમયથી જ વૈક્રિયષકની ઉદ્દલના શરૂ કરે છે. તેનાં દલીક બંધાતા ઔદારિકમાં સંક્રમાવે છે તેથી ઉદ્વલના પૂર્ણ કરતાં પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ કાળ થાય છે. તેટલા કાળ સુધીમાં જ વૈક્રિયની સત્તા હોવાથી તેટલા કાળમાં જ વૈક્રિયની રચના કરવી હોય તો કરી શકે છે. તેનાથી વધુ કાળ બાદ વૈક્રિય જ ઉદ્ગલના પામી ગયું હોવાથી વૈક્રિયની સત્તા જ ન હોવાથી વૈક્રિય રચના સંભવતી નથી. માટે બાદર પર્યાપ્તા વાયુકામાં પણ કોઈક જીવોને જ આ લબ્ધિ હોય છે. અર્થાત્ બાદર પર્યાપ્તા વાયુકાય જીવોની જે રાશિ છે તેના અસંખ્યાતમા ભાગ માત્ર જીવોને જ આ લબ્ધિ હોય છે. વૈક્રિયલબ્ધિ વિનાના ચારે રાશિના વાયુકાયના સર્વે જીવો ઔદારિકશરીર વાળા જ છે. છતાં ગતિત્રસ હોવાથી સ્વાભાવિકપણે જ ગમનાગમન કરી શકે છે. પૂજ્યપાદ શ્રી હરિભદ્રસૂરિજીએ આવશ્યક સૂત્રની ટીકામાં કહ્યું છે કે
वाउक्काइया चउव्विहा, सुहुमा पजत्ता, अपज्जत्ता, बायरा पज्जत्ता, अपज्जत्ता, तत्थ तिन्नि रासी पत्तेयं असंखेज्जलोगप्पमाणप्पएसरासिपमाणमित्ता, जे पुण बायरा पज्जत्ता, ते पयरासंखेज्जइभागमित्ता, तत्थ ताव तिण्हं रासीणं वेउव्वियलद्धी चेव नत्थि बायरपजत्ताणं पि असंखिइभागमित्ताणं अत्थि, जेसिं पि लद्धी अस्थि तउ वि पलिओवमासंखिज्जभागसमयमित्ता संपयं पुच्छासमए वेउव्वियवत्तिणो, तथा जेण सव्वेसु चेव उड्डलोगाइसु चला वायवो विजंति तम्हा अवेउब्विया वि वाया वायंति ति चित्तव्वं सभावेण तेसिं वाइयव्वं ति" માટે સર્વ બાદર પર્યાપ્તાને વૈક્રિયલબ્ધિ નથી. આ વાઉકાયના જીવો પાંચ ઇન્દ્રિયમાર્ગણામાં “એકેન્દ્રિય” માર્ગણામાં ગણાય છે. તેથી એકેન્દ્રિયમાર્ગણામાં પણ ઉપરોક્ત પાંચ યોગ જાણવા.
અસંજ્ઞી માર્ગણા (કે જે માર્ગણામાં એકેન્દ્રિયના ૪, વિકસેન્દ્રિયના ૬, અને અસંજ્ઞી પંચેન્દ્રિયના ૨, એમ કુલ ૧૨ જીવભેદો આવે છે તે માર્ગણા)માં ઉપરોક્ત પાંચ યોગો તથા “અસત્યામૃષા” વચનયોગ એમ કુલ છ યોગો સંભવે છે. આ બારે જીવભેદોમાં કાર્મણકાયયોગ વિગ્રહગતિમાં અને ઉત્પત્તિના પ્રથમ સમયે, ઔદારિક મિશ્રકાયયોગ દ્વિતીયાદિ સમયથી અપર્યાપ્તાવસ્થામાં, ઔદારિક કાયયોગ પર્યાપ્તાવસ્થામાં, વૈક્રિય અને વૈક્રિય મિશ્ર માત્ર કેટલાક બાદર પર્યાપ્તા વાઉકાયને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org