Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
________________
૧૦૧
અસંશિ માર્ગણામાં આ પાંચ યોગો છેલ્લા વચન યોગ સહિત કુલ છ યોગ હોય છે અને તે છમાંથી વૈક્રિયદ્ઘિક બાદ કરતાં બાકીના ચાર યોગો વિકલેન્દ્રિયમાં હોય છે. ! ૨૭ ॥
વિવેચન :- મૂલગાથામાં 'થા'' શબ્દ હોવાથી પૃથ્વીકાયાદિ પાંચ સ્થાવર લેવા જોઈએ. પરંતુ વાયુકાયનું પૃથક્કથન કરેલ છે. તેથી વાયુકાય વિનાના શેષ પૃથ્વીકાય-અકાય-તેઉકાય અને વનસ્પતિકાય એમ કુલ ચાર સ્થાવકાયમાં વિગ્રહગતિકાળે અને ઉત્પત્તિના પ્રથમ સમયે કાર્પણ કાયયોગ, અપર્યાપ્તાવસ્થામાં ઔદારિકમિશ્રયોગ, અને પર્યાપ્તાવસ્થામાં ઔદારિકકાયયોગ એમ કુલ ત્રણ યોગ સંભવે છે. મન-વચન ન હોવાથી તેના ચાર-ચાર ભેદો, તથા લબ્ધિ ન હોવાથી વૈક્રિય અને આહારકના બે બે યોગો એમ કુલ ૧૨ યોગો ઘટતા નથી.
44
વાઉકાય તથા એકેન્દ્રિય માર્ગણામાં ઉપરોક્ત ત્રણ તથા વૈક્રિય અને વૈક્રિયમિશ્ર એમ કુલ પાંચ યોગો હોય છે. વાયુકાય જીવો ચાર પ્રકારના કહ્યા છે. સૂક્ષ્મ અપર્યાપ્તા, સૂક્ષ્મ પર્યાપ્તા, બાદર અપર્યાપ્તા અને બાદર પર્યાપ્તા. આ ચાર રાશિમાંથી પ્રથમની ત્રણ રાશિમાં તો વૈક્રિયલબ્ધિ હોતી જ નથી. તેથી તેઓને કાર્પણ, ઔદારિકમિશ્ર, અને ઔદારિક કાયયોગ એમ ત્રણ યોગ જ હોય છે. પરંતુ જે બાદરપર્યાપ્તા નામની ચોથી રાશિ છે. તેમાં કેટલાક વાયુકાયને પોતાના ભવના નિમિત્તે જ વૈક્રિય શરીર નામકર્મનો ઉદય સંભવતો હોવાથી ઔયિકભાવની વૈક્રિયલબ્ધિ હોવાથી વૈક્રિયકાયયોગ અને વૈક્રિયમિશ્રકાયયોગ સંભવે છે.
પ્રશ્ન :- બાદર પર્યાપ્તા વાયુકાય જીવોમાં સર્વેને વૈક્રિયલબ્ધિ હોય એમ
ન
કેમ ન બને ? કારણ કે એક દિશાથી બીજી દિશામાં જે વાય-ગમનાગમન કરે તે વાયુ. તમામ બાદર પર્યાપ્ત વાયુ ગમનાગમન કરતો હોવાથી તે વૈક્રિય જ કહેવાય ? ઔદારિક હોય તો એકસ્થાને સ્થિર જ રહે.
ઉત્તર ઃ- ના, આ પ્રશ્ન બરાબર નથી. કારણ કે પંચેન્દ્રિયના ભવમાં જે જીવો વૈક્રિયશરીર અને અંગોપાંગનામકર્મ, દેવદ્ધિક અને નરકદ્ધિક આદિ બાંધીને મૃત્યુ પામી વાયુકાયમાં આવે છે તેને જ આ લબ્ધિ હોય છે. અન્ય ભવોમાંથી આવેલા અને વૈક્રિય ન બાંધેલાને વાઉકાયમાં જવા છતાં વૈક્રિય સત્તામાં જ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org