Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૯૯
તે મત અહીં વિવક્યો નથી. આ પ્રમાણે અહીં ઉપશમસમ્યકત્વમાં તેર યોગ કહ્યા. તેમાં આહારકદ્ધિક યોગ કેમ ન હોય ? અને વૈક્રિયદ્ધિકયોગ કેવી રીતે હોય ? તે સમજાવ્યું. પરંતુ “કાર્પણ કાયયોગ તથા ઔદારિકકિયોગ”ની બાબતમાં કંઈક સૂક્ષ્મ જાણવા જેવું છે. તે હવે વિચારીએ. પર્યાપ્તા તિર્યંચ-મનુષ્યો પ્રાથમિક ઉપશમસમ્યકત્વ પામે ત્યારે અને પર્યાપ્તા મનુષ્યો ઉપશમશ્રેણી સંબંધી ઉપશમ પામે ત્યારે દારિકકાયયોગવાળા હોય છે. અગિયારમેથી મરીને અનુત્તરમાં ઉપશમ લઈને જાય તે મતે વિગ્રહગતિમાં કાર્પણ કાયયોગ સંભવે છે. પરંતુ “ઔદારિકમિશ્રકાયયોગ” ક્યાંય સંભવતો નથી. કારણ કે અગિયારમે ભવક્ષયે જે મૃત્યુ પામે છે તે નિયમો અનુત્તરમાં (અથવા વૈમાનિકમાં જ) જતા હોવાથી ત્યાં અપર્યાપ્તાવસ્થામાં વૈક્રિયમિશ્ર જ હોય છે. પરંતુ દારિકમિશ્નકાયયોગ હોતો નથી. અને જે પ્રાથમિક ઉપશમ સમ્યકત્વ પામે છે તે ચારે ગતિના પર્યાપ્ત પંચેન્દ્રિય જીવો મૃત્યુ, આયુષ્યબંધ, અનંતાનુબંધીનો બંધ અને ઉદય આ ચાર કાર્યો કરતા નથી. મૃત્યુ વિના અપર્યાપ્તાવસ્થા આવતી નથી. અને અપર્યાપ્તાવસ્થા વિના ઔદારિકમિશ્રકાયયોગ સંભવતો નથી. તથા મિથ્યાત્વી જીવ મૃત્યુ પામી પરભવમાં જાય ત્યાં અપર્યાપ્તાવસ્થામાં નવું ઉપશમ પામી શકાતું નથી. કારણ કે પર્યાપ્તા જીવ જ સમ્યકત્વ પામે છે. આ રીતે વિચાર કરતાં ઉપશમસમ્યકત્વમાં
ઔદારિકમિશ્રકાયયોગ” ક્યાંય સંભવતો નથી. છતાં ગ્રંથકારે મૂળમાં કહ્યો છે. ટીકામાં કંઈ ખુલાસો નથી. તેથી વિદ્વાન પુરુષોએ વિચારવું.
પ્રશ્ન :-વૈક્રિય શરીરની લબ્ધિવાળા પર્યાપ્ત મનુષ્ય-તિર્યો લબ્ધિથી વૈક્રિયશરીરની રચના કરે ત્યારે સિદ્ધાન્તકાર પ્રારંભમાં ઔદારિકમિશ્ર માને છે. તેને આશ્રયી અહીં ઉપશમસમ્યકત્વમાં “ઔદારિકમિશ્રકાયયોગ'' કહ્યો હશે એમ માની શકાય ખરું ?
ઉત્તર :- ના, આ કલ્પના બરાબર નથી. કારણ કે વૈક્રિય અને આહારકની રચનાકાળે ઔદારિકમિશ્રકાયયોગ હોય છે આ માન્યતા સિદ્ધાન્તકારની છે. કર્મગ્રંથકારની નથી. આ વાત કર્મગ્રંથકાર પોતે જ “સાક્ષાભાવે ના' ઇત્યાદિ
૧. પ્રાથમિક ઉપશમવાળા સાસ્વાદને આવી મૃત્યુ પામે છે. પરભવમાં પણ જાય છે. ત્યારે સાસ્વાદનકાળે “ઔદારિકમિશ્રકાયયોગ” સંભવે છે. આ અવસ્થા ઉપશમની ભૂમિકા જ હોવાથી ઉપશમસમ્યકત્વ માની એ તો ગ્રંથકારનો મત સંગત થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org