Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
વાઉકાય તિર્યંચને ઘટે છે. માટે વૈક્રિય-ક્રિયમિશ્ર હોય છે. તથા વિગ્રહગતિમાં અને ઉત્પત્તિના પ્રથમસમયે કાર્મણ, દ્વિતીયાદિ સમયે ઔદારિકમિશ્ર, અને પર્યાપ્તાવસ્થામાં ઔદારિકકાયયોગ, મનના ચાર અને વચનના ચાર એમ કુલ તેર યોગો તિર્યંચગતિમાં સંભવે છે. - સ્ત્રીવેદમાં પણ આહારદ્ધિક વિના તેર યોગ હોય છે. આ યોગદ્વારમાં અને હવે પછીના કહેવાતા ઉપયોગ દ્વારમાં સ્ત્રીઆકારે શરીરની રચના રૂપ “દ્રવ્યવેદ' સમજવો. પૂર્વે ગુણસ્થાનકમાં ગાથા ૨૦મીમાં “ભાવવેદ”ને આશ્રયી વિવક્ષા હતી. અહી દ્રવ્યવેદ આશ્રયી વિવક્ષા કરી છે. સ્ત્રીઆકારે શરીરવાળા દ્રવ્યવેદી જીવોને ચૌદપૂર્વોના અધ્યયનનો શાસ્ત્રમાં નિષેધ હોવાથી તે બે યોગ વિના શેષ તેર યોગ હોય છે. એમ જાણવું. સ્ત્રીજીવોમાં જાતિમાત્ર આશ્રયી પ્રકૃતિદોષો ઘણા હોય છે. તેથી વિશિષ્ટ કૃતના અભ્યાસનો નિષેધ છે. વિશેષાવશ્યકભાષ્યમાં શ્રીજિનભદ્રગણિજીએ કહ્યું છે કે
तुच्छा गारवबहुला, चलिंदिया दुब्बला धिईए य। इय अइसेसज्झयणा, भूयावादो य नो थीणं ॥ १॥
પ્રશ્ન :- સ્ત્રીજીવોમાં સંયમ લેવા છતાં પ્રકૃતિદોષો હોવાથી ઉપર કહ્યા મુજબ દૃષ્ટિવાદાદિ અતિશયવાળાં અધ્યયનો ભણવારૂપ “શ્રુતજ્ઞાન” જો ન હોય તો તેનાથી અનેકગણું ચડીયાતું કેવળજ્ઞાન કેમ ઘટે ? અને મલ્લિનાથ-મૃગાવતીચંદનબાળા-બ્રાહ્મી-સુંદરી આદિ અનેક સ્ત્રીઓને કેવળજ્ઞાન થયાનો ઉલ્લેખ તો શ્વેતાંબરાસ્નાયમાં મળે જ છે. તો વિશિષ્ટ શ્રુતજ્ઞાન ન થાય તે જાતિમાં કેવલજ્ઞાન કેમ? અને જો કેવલજ્ઞાન થાય તો વિશિષ્ટ શ્રુતજ્ઞાન કેમ નહીં ?
ઉત્તર :- કેવલજ્ઞાન મોહક્ષય થયા પછી થાય છે. અને શ્રુતજ્ઞાન સમાહદશામાં થાય છે. મોહક્ષય જ્યારે થાય છે ત્યારે પ્રકૃતિદોષો મોહજન્ય હોવાથી નષ્ટ થાય છે. અને શ્રુતજ્ઞાનકાળે મોહવાળી દશા છે. માટે ત્યાં પ્રકૃતિદોષો હોય છે. તેથી વિશિષ્ટ શ્રુતજ્ઞાનનો સ્ત્રીઓને નિષેધ છે.
અવિરતિ-સાસ્વાદન-અને ત્રણ અજ્ઞાનમાં છઠ્ઠા ગુણસ્થાનકનો સંભવ જ નથી તેથી આહારકદ્ધિક નથી. ઉપશમસમ્યકત્વમાં પ્રાથમિક ઉપશમ અને શ્રેણીસંબંધી ઉપશમ એમ બે પ્રકારનું ઉપશમ છે. ત્યાં પ્રાથમિક ઉપશમ કાલે
ક-૪/૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org