Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
પ૯ અથવા ખપાવીને શ્રેણીમાં ચડેલા જીવો નવમે ગુણઠાણે સંજવલન-ક્રોધ-માન માયા અને બાદર લોભને ઉપશમાવી અથવા ખપાવી દસમે ગુણઠાણે જાય, તેઓનું માત્ર સૂક્ષ્મ લોભના સંવેદનવાળું અતિશય નિર્મળ ચારિત્ર તે.
(૩૮) યથાખ્યાત ચારિત્ર= મોહનીય કર્મની અઠ્યાવીસે કર્મ પ્રવૃતિઓ સર્વથા ઉપશમ અથવા ક્ષય પામવાથી સર્વથા શુદ્ધ એવું. વીતરાગ પરમાત્માએ જેવું કહ્યું છે તેવું ચારિત્ર તે.
(૩૯) દેશયત= દેશવિરતિ=સંસારના ભોગ-ઉપભોગ રૂપ વિષયો કેટલાક ત્યજ્યા હોય અને કેટલાક ન ત્યજ્યા હોય એમ સંયમ અને અસંયમ ઉભયભાવવાળું શ્રાવક-શ્રાવિકાનું બારવ્રતાદિવાળું જે ચારિત્ર તે દેશવિરતિ ચારિત્ર. આ ચારિત્ર એકવ્રતધારીથી યાવત્ બારવ્રતધારી તથા સંવાસાનુમતિમાત્રની અનુમતિવાળા સુધીનું હોય છે. કમ્મપયડમાં કહ્યું છે કે બ્રિાફ चरमो अणुमइमित्तो ति देसजई ॥
(૪૦) અજય=અવિરતિચારિત્ર= સર્વથા કોઈ વ્રત જેને નથી તે અવિરતિ. જો કે આ ચારિત્ર નથી. અસંયમ માત્ર જ છે. તથાપિ કોઈ પણ એક મૂલમાર્ગણામાં સર્વજીવોનો સમાવેશ કરવા માટે છ ચારિત્રમાં ન આવતા જીવોને સમાવી લેવા માટે અવિરતિને પણ ચારિત્રમાર્ગણામાં કહ્યું છે. જેમ સારી ટેવને ટેવ કહેવાય તેમ કુટેવને પણ ટેવ જ કહેવાય છે તેવી જ રીતે વિરતિને જેમ ચારિત્ર કહેવાય તેમ અવિરતિને પણ એ પણ એક આચરણ સ્વરૂપ હોવાથી ચારિત્રમાર્ગણા જાણવી.
(૪૧) ચક્ષુદર્શન= ચક્ષુ દ્વારા જોવું તે ચક્ષુદર્શન, ઉભયધર્માત્મક વસ્તુમાંથી સામાન્યધર્મોને ચક્ષુથી જોવા તે ચક્ષુદર્શન.
(૪૨) અચક્ષુદર્શન= ચક્ષુ વિનાની શેષ ઈન્દ્રિયો દ્વારા વસ્તુમાં રહેલા સામાન્યધર્મને જે જાણવા તે અચક્ષુદર્શન.
(૪૩) અવધિદર્શન= અવધિજ્ઞાન વાળા જીવોમાં રૂપી દ્રવ્યોના સામાન્ય ધર્મને જાણવાની જે શક્તિ તે અવધિદર્શન.
(૪૪) કેવલદર્શન= લોકાલોકમાં રહેલા સર્વપદાર્થોના ત્રણે કાળના સામાન્ય ધર્મોને જાણવાની આત્માની જે શક્તિ તે કેવલદર્શન.
આ પ્રમાણે આ ગાથામાં સંયમ અને દર્શનમાર્ગણા સમજાવી. ૧રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org