Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
પણ ઉપશમ સમ્યકત્વમાં સંશી પર્યાપ્ત-અપર્યાપ્તા એમ બે જીવભેદ કહ્યા છે ૩વસન્મિ તો સની' તેથી સપ્તતિકાચૂર્ણિ અને પંચસંગ્રહના આધારે અહીં પણ ઉપશમ સમ્યક્ત્વમાં બે જીવભેદ કહ્યા છે.
પ્રશ્ન :- ઉપશમશ્રેણિમાં ભવક્ષયે મરી અનુત્તરમાં ઉત્પન્ન થનારને અપર્યાપ્તાવસ્થામાં ઉપશમસમ્યકત્વ હોય છે એવું ઉપર કહેવામાં આવ્યું. પરંતુ શતકચૂર્ણિની અપેક્ષાએ તે બરાબર લાગતું નથી. કારણ કે શતકની ચૂર્ણિમાં કહ્યું છે કે ઉપશમ શ્રેણીમાં ઉપશમસમ્યકત્વી મૃત્યુ પામે છે. અનુત્તરસુરમાં ઉત્પન્ન પણ થાય છે. પરંતુ તે જીવને દેવભવના પ્રથમ સમયથી જ સમ્યકત્વમોહનીયનો ઉદય શરૂ થાય છે તેથી અપર્યાપ્તાવસ્થામાં “ક્ષાયોપથમિક” જ સમ્યકત્વ હોય છે. ઉપશમસમ્યકત્વ હોતું નથી. તે પાઠ આ પ્રમાણે છે. નો ૩વસમસદ્દિકી ૩વસEસેઢીખ ઋત્તિ करेइ सो पढमसमए चेव सम्मत्तपुंजं उदयावलियाए छोढूण सम्मत्तपुग्गले वेएइ, तेण न उवसम्मसम्मद्दिट्ठी अपज्जत्तगो लब्भइ" इत्यादि ।
ઉત્તર :- આ વિષયમાં મતાન્તર છે. કેટલાક આચાર્યો એમ માને છે કે ઉપશમશ્રેણિમાં ઉપશમસમ્યકુવી ભવક્ષયે મૃત્યુ પામે, પરંતુ તે જીવોને પરભવના પ્રથમસમયથીજ સમ્યકત્વમોહનીય કર્મનો ઉદય થવાથી આવા જીવો ક્ષયોપશમસમ્યકત્વવાળા બને છે. તે મતે ઉપશમસમ્યકત્વમાં ફક્ત સંજ્ઞી પર્યાપ્ત એક જ જીવભેદ સંભવે છે પરંતુ અપર્યાપ્ત જીવભેદ ઘટતો નથી. આવો મત શતકચૂર્ણિકારાદિનો છે. અને બીજા કેટલાક આચાર્યોનો મત એવો છે કે અનુત્તરમાં જતા આ જીવોને તે ભાવમાં પણ અંતર્મુહૂર્ત કાળ સુધી ઉપશમસમ્યકત્વ હોય છે. તેઓના મતે ઉપશમસમ્યકત્વમાં સંજ્ઞી પર્યાપ્ત – અપર્યાપ્ત બને જીવભેદ સંભવે છે. આ મત સપ્તતિકાચૂર્ણિકાર અને પંચસંગ્રહકારનો છે. તથા ત્રીજો મત એવો પણ છે કે ઉપશમશ્રેણીમાં ભવક્ષયે મરીને અનુત્તરમાં જનારા ક્ષાયિકસમ્યકત્વી જ હોય છે. અને જે ઉપશમસમ્યકત્વી છે. તે તો નિયમ કાળક્ષયે જ નીચે ઉતરે છે. મૃત્યુ પામતા જ નથી અને અનુત્તરમાં જતા જ નથી. તેઓના મતે ઉપશમસમ્યકત્વમાં સંજ્ઞી પર્યાપ્ત એક જ જીવભેદ ઘટે છે. ઈત્યાદિ વિશેષચર્ચા શાસ્ત્રાન્તરથી જાણવી.
પાલેશ્યા અને શુક્લલેશ્યા માર્ગણામાં પણ આ જ બે જીવભેદ હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org