Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
ચૌદે ચૌદ જીવસ્થાનક ઉપરોક્ત માર્ગણામાં સંભવે છે કારણ કે અવિરતિ આદિ ઉપરોક્ત અઢારે માર્ગણાઓ ચૌદે અવસ્થાનકમાં વ્યાપ્ત છે. વિશેષતા એટલીજ છે કે અચક્ષુદર્શનમાં ચૌદ જીવસ્થાનક કહ્યાં ત્યાં સાત અપર્યાપ્તા જીવભેદ કેમ-ઘટે? કારણ કે સાત અપર્યાપ્તાને શરીરની રચના અને ઈન્દ્રિયોની રચના ચાલુ હોવાથી પરિપૂર્ણ ઈન્દ્રિયો બની નથી. તેથી જેમ ચક્ષુ બની નથી માટે ચક્ષુદર્શન ન હોય, તેમ શેષ ઈન્દ્રિયો પણ હા બની નથી તેથી ચક્ષુ સિવાયની શેષ ઈન્દ્રિયોથી જાણવાના સ્વરૂપવાળું અચક્ષુદર્શન સાત અપર્યાપ્તામાં કેવી રીતે સંભવે ? આવા પ્રશ્નનો ઉત્તર એમ સમજવો કે ૩યો તક્ષણમ્ તત્ત્વાર્થ સૂત્ર ૨/૮ થી ઉપયોગ એ જીવનું લક્ષણ હોવાથી કોઈને કોઈ ઉપયોગ તો જીવમાં હોય જ છે. તે ઉપયોગ સાકાર અને નિરાકાર એમ બે પ્રકારનો છે. વિગ્રહગતિમાં અને ઈન્દ્રિયરચના ન થાય ત્યાં સુધી અપર્યાપ્તાવસ્થામાં પુદગલોની બનેલી દ્રવ્યેન્દ્રિયોનો અભાવ હોવા છતાં પણ અને મનોવર્ગણાના બનેલા મનનો પણ અભાવ હોવા છતાં જ્ઞાનાવરણીય કર્મના લયોપશમ જન્ય ભાવેન્દ્રિયો હોવાથી જેમ મતિ-શ્રુત-અવધિ આદિ સાકારોપયોગ હોય છે તેમ દર્શનાવરણીયકર્મના ક્ષયોપશમનન્ય નિરાકાર ઉપયોગ રૂપે દર્શન પણ ભાવેન્દ્રિયને આશ્રયી હોય છે તથા વિગ્રહગતિમાં વર્તતા અવધિજ્ઞાન વિનાના જીવને કોઈને કોઈ દર્શન હોવું જ જોઈએ. કારણ કે જ્ઞાન અને દર્શન એ સામાન્ય-વિશેષ ઉપયોગાત્મક છે અને ઉપયોગ એ જીવનું લક્ષણ છે માટે ભાવેન્દ્રિયને આશ્રયીને વિગ્રહગતિમાં તથા અપર્યાપ્તાવસ્થામાં પણ અચક્ષુદર્શન હોય છે એમ જાણવું
નપુંસકવેદ અહીં સ્ત્રી-પુરુષાદિના શરીરાકાર રૂપ દ્રવ્યવેદ ન સમજતાં ભોગની અભિલાષા રૂપ ભાવવેદ જાણવો. કારણ કે એકેન્દ્રિયાદિ સર્વ જીવ- * સ્થાનકોમાં ઉભયના ભોગની અભિલાષા રૂપ અવ્યક્તપણે નપુંસકવેદ હોય છે. કારણ કે છઠ્ઠા કર્મગ્રંથમાં નપુંસકવેદના ઉદયના ભાંગા સર્વત્ર ગણેલા છે.
મિથ્યાત્વ માર્ગણામાં પણ સર્વ જીવભેદો હોય છે ત્યાં એકેન્દ્રિયાદિ જીવોમાં “અનાભોગ” મિથ્યાત્વ જાણવું કારણ કે વિશિષ્ટ ચૈતન્યશક્તિ વિકસેલી ન હોવાથી તત્ત્વજ્ઞાનના અભાવ રૂપ મિથ્યાત્વ ત્યાં હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org