Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
৩৩। આવી શકે છે. પણ તે જીવે પરભવનું આયુષ્ય બાંધેલું નથી અને ઉપશમસમ્યકત્વ જ રહેલું હોવાથી બાંધવાનો પણ યોગ મળ્યો નથી. માટે સાસ્વાદન આવે પરંતુ ત્યાં મૃત્યુ ન પામે, પહેલે ગુણઠાણે જઈ પરભવાયુષ્ય બાંધી પછી જ મૃત્યુ પામે, તે સમયે સાસ્વાદન નથી. તેથી શ્રેણી સંબંધી ઉપશમથી પડતા જીવને સાસ્વાદને સંજ્ઞી પર્યાપ્ત એક જ જીવભેદ સંભવે, પરંતુ છ અપર્યાપ્તા જીવભેદ ન સંભવે. કોઈ કોઈ સ્થાને (કમ્મપયડિ ઉપશમના કરણ ગાથા ૬૩માં) એવું પણ આવે છે કે શ્રેણીમાં ભવક્ષયે મરે તો માત્ર અનુત્તરમાં જ જાય એમ નહીં પરંતુ) વૈમાનિક દેવ થાય. આ વિવક્ષા વિચારીએ તો વૈમાનિકના કોઈપણ દેવલોકનું આયુષ્ય બાંધેલું પણ સંભવે છે. તે જીવ ઉપશમશ્રેણીમાં જો ભવક્ષયે ન મરે અને કાલક્ષયે પડે અને સાસ્વાદને આવે તો મૃત્યુ પામી સાસ્વાદન લઈ વૈમાનિકમાં જઈ શકે છે તે કાલે સંજ્ઞી અપર્યાપ્ત (કરણ અપર્યાપ્ત) જીવભેદ પણ ઘટી શકે છે આ પ્રમાણે આ ગાથામાં કુલ પાંચ માર્ગણામાં જીવસ્થાનક કહ્યાં. એમ બાસઠે માર્ગણાઓમાં જીવસ્થાનક દ્વાર પૂર્ણ કરી હવે અમે તે જ બાસઠ માર્ગણાઓમાં ગુણસ્થાનક સમજાવીશું. (૧૪મી ગાથામાં ૧૩, ૧૫મી ગાથામાં ૧૨, ૧૬મી ગાથામાં ૧૯, ૧૭મી ગાથામાં ૧૩, અને અઢારમી ગાથામાં ૫ એમ ૬૨ માર્ગણામાં જીવભેદ કહ્યા. તેનું વધુ સ્પષ્ટ ચિત્ર (કોષ્ટક-ટેબલ) પૃષ્ઠ નં. ૧૨૦ ઉપર આવેલ છે.) [ ૧૮ पण तिरि चउ सुरनिरए, नरसंनिपणिंदिभव्वतसि सव्वे । इगविगलभूदगवणे, दु दु एगं गइतसअभब्वे ॥१९॥ (पञ्च तिरश्चि, चत्वारि सुरनरकयो, नरसंज्ञिपंचेन्द्रियभव्यत्रसेषु सर्वाणि । एकविकलभूदकवनस्पतिषु द्वे द्वे, एकं गतित्रसाभव्ये ॥ १९॥)
શબ્દાર્થ પણ= પાંચ, તિર્યંચગતિમાં,
રવિત્તિ- એકેન્દ્રિય-વિકલેન્દ્રિયમાં, ૩= ચાર,
મૂવિને= પૃથ્વી, પાણી અને સુરનરપ= દેવ-નરકગતિમાં, | વનસ્પતિમાં, નરસંનિ- મનુષ્યગતિ, સંજ્ઞિમાર્ગણા, | ૩ ૩= બે બે, પઃિ - પંચેન્દ્રિયજાતિ, | = એક, મત્ર= ભવ્ય, તસિ= ત્રસકાયમાં, | ડુિંતસમન્ચે ગતિત્રસ અને સર્વે- સર્વગુણસ્થાનકો હોય છે. | અભવ્યમાર્ગણામાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org