Book Title: Karmagrantha Part 4 Shadshiti Nama Tika
Author(s): Devendrasuri, Abhayshekharsuri, Dhirajlal D Mehta
Publisher: Jain Dharm Prasaran Trust Surat
View full book text
________________
૮૭ તો તે આયુષ્ય નિયમા અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા યુગલિક તિર્યંચ-મનુષ્યનું જ હોય છે તેથી ચોથે ભવે મોક્ષે જાય છે. સંખ્યાત વર્ષના આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચનું આયુષ્ય જેણે બાંધ્યું હોય છે તેને તે ભવે ક્ષાયિક થતું નથી. આવા પ્રકારનું યુગલિકનું અથવા નરકનું અથવા અનુત્તર વિના બીજા કોઈ વૈમાનિકનું આયુષ્ય જેણે બાંધ્યું હોય તેવા બધ્ધાયુ ક્ષાયિકને ચારથી સાત ગુણઠાણાં જ હોય છે ફકત અનુત્તરસુરનું આયુષ્ય બાંધી ક્ષાયિક પામે અને ઉપશમશ્રેણી માંડે તો ચાર થી અગિયાર ગુણસ્થાનક સંભવે છે અને અબધ્ધાયુને આશ્રયી (અગિયારમા વિના) ચારથી ચૌદ સુધીનાં ગુણઠાણાં સંભવે છે. (બધ્ધાયુ ક્ષાયિકને કવચિત્ પાંચ ભવ પણ દુઃષ્પસહસૂરિજીની જેમ થાય છે.)
પ્રશ્ન :- ક્ષાયિક સમ્યકત્વ પામતાં દર્શનસપ્તકનો ક્ષય થાય છે તેમાં સમ્યકત્વમોહનીયનો પણ ક્ષય થાય છે. હવે જો સમ્યકત્વ (મોહનીય)નો જ નાશ થાય તો તે ક્ષાયિક સમત્વ પામ્યો કેમ કહેવાય ? સમ્યકત્વ જ જતું રહ્યું?
ઉત્તર :- મિથ્યાત્વ મોહનીય કર્મનાં શુદ્ધ કરાયેલાં જે પુદ્ગલો હતાં તેને સમ્યકત્વમોહનીય કહેવાય છે અને દર્શનસપ્તકના ક્ષયકાલે આ સમ્યકત્વનોહનીય નામનું જે કર્મ છે તેનો જ ક્ષય થાય છે. સમ્યકત્વમોહનીય નામનું જે કર્મ છે તે કંઈ સમ્યકત્વ નથી. સમ્યકત્વ તો આત્માનો શ્રધ્ધા ગુણ છે. શ્રધ્ધાળુણ સ્વરૂપ જે સમ્યકત્વ છે. તેનો મિથ્યાત્વમોહનીય સર્વથા નાશ કરે છે. મિશ્ર મોહનીય તે ગુણને કલુષિત કરે છે અને સમ્યકમોહનીય સભ્યત્વનો સર્વથા નાશ કરી શકતી નથી. પરંતુ (મિથ્યાત્વની જ જાત હોવાથી) શંકા-કાંક્ષાદિ અતિચારો લાવવા દ્વારા સમ્યકત્વને દોષવાળું (સાતિચાર) કરે છે. તેથી જ તે મોહનીય પણ દૂર કરવા જેવી જ છે. મુહપત્તીના ૫૦ બોલમાં પણ સમ્યકત્વમોહનીય, મિશ્રમોહનીય અને મિથ્યાત્વમોહનીય પરિહરું એમ આવે છે. આ પ્રમાણે ક્ષાયિક પામતાં સમ્યકત્વમોહનીય નામના કર્મનો નાશ થાય છે. પરંતુ સમ્યકત્વ' નામના આત્મગુણનો નાશ થતો નથી. તે ગુણ તો કાદવ ઉછાળનારૂં કર્મ ચાલ્યું જવાના કારણે અત્યન્ત નિર્મળ થાય છે. આ પ્રમાણે ઉપશમમાં ૪ થી ૧૧, ક્ષયોપશમમાં ૪ થી ૭, અને ક્ષાયિક સમ્યકત્વમાં ૪ થી ૧૪ ગુણસ્થાનકો હોય છે.
સમ્યકત્વમાર્ગણાના ૬ ભેદ છે. તેમાંથી શેષ બાકી રહેલા ત્રણ ભેદ (૧) મિથ્યાત્વ, (૨) સાસ્વાદન, (૩) મિશ્ર આ મિથ્યાત્વત્રિકમાં, દેશવિરતિ ચારિત્રમાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org